GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧.૮.૨૦૨૬

પાવાગઢ નજીક આવેલી કંકુની વાડી પાસે આજે શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને જોરદાર અડફેટે લેતાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.મળતી માહિતી મુજબ, મૂળ મુનપુર (લુણાવાડા)ના વતની અને હાલ અરાદ ગામે પોતાના સગાને ત્યાં રહેતા આદિત્ય યોગેશભાઈ ભાટિયા તેમના મિત્ર મિત પટેલ સાથે બોડેલી ખાતે કોઈ કામ અર્થે ગયા હતા. કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કંકુની વાડી નજીક કાળ બનીને આવેલી લક્ઝરી બસે તેમને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં બાઇક ચાલક આદિત્ય ભાટિયાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત પટેલનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાયા બાદ લક્ઝરી બસનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૂર્તદેહ નો કબજો મેળવી તેને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ફરાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!