DAHODGUJARAT

દાહોદના મોટા ઘાંચિવાડા માળીના ટેકરા પર રહેતો યુવક વ્યાજ ખોરોના ત્રાસથી થીનર પી આપઘાત કરવાનો પ્રયાસ

તા.૦૫.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના મોટા ઘાંચિવાડા માળીના ટેકરા પર રહેતો યુવક વ્યાજ ખોરોના ત્રાસથી થીનર પી આપઘાત કરવાનો પ્રયાસ યુવક દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર હેથળ

દાહોદના મોટા ઘાંચિવાડના માળી ના ટેકરા પર રહેતો ૩૦ વર્ષીય મુજ઼મ્મીલ મકસુદ ભાઈ શેખ જે દાહોદના ગરબાડા ચોકડી નજીક કાર પેન્ટનું કામ કરે છે.જેણે આજરોજ વ્યાજ ખોરોના ત્રાસ થી કંટાળી કલરની દુકાન પરજ કલરમાં નાખવાનું પી.યુ. થિનર પી આપઘાત કરવાનું પ્રયાસ કરતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી અનુસાર આ યુવકની બહેનએ કેટલાય વ્યાજ ખોરો પાસેથી ઉંછીના રૂપિયા લીધા હતા.અને ચેક એની બહેનએ મુજમ્મીલના નામના આપ્યા હતા.એની બહેનએ વ્યાજ ખોરોને વ્યાજ સાથે પુરે પુરા રૂપિયા આપ્યા બાદ પણ ચેક બાઉન્સ કરવાની ધાક ધમકી આપી વધુ નાણા વસુલવાની ધાક ધમકી આપાતા યુવકએ કંટાળી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.હાલ યુવક દાહોદના ઝાયડ્સ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે

Back to top button
error: Content is protected !!