GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સુરેલી થી વેજલપુર રોડ ઉપર બાઇક લઈને જતા યુવકને અન્ય બાઇક ચાલકે અડફેટે લેતા યુવકને ફેક્ચર

 

તારીખ ૨૬/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ઘુસર ગામના અને હાલ વડોદરા રહેતા જયદીપકુમાર કિરીટભાઈ સોલંકી દ્વારા વેજલપુર પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ મુજબ તેઓનો નાનો ભાઈ રોહિત મોટરસાયકલ લઈને સુરેલી થી વેજલપુર તરફ જતો હતો ત્યારે નાયરા પેટ્રોલ પંપ પાસે એક ઈસમ પોતાની મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી અકસ્માત કરી નાસી ગયો જેથી રોહિતભાઇ રોડ પર પડી ગયા તેઓને ડાબા પગે અને સાથળ પર ઈજાઓ થઈ ગોધરાની ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર કરતા ફેક્ચર હોવાનુ જાણવા મળેલ જે અંગે ની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!