DEDIAPADAGUJARATNARMADA

દેડિયાપાડા તાલુકાના ગામોમાં આધાર નોંધણી કેમ્પનું આયોજન થયું.

  • દેડિયાપાડા તાલુકાના ગામોમાં આધાર નોંધણી કેમ્પનું આયોજન થયું.

તાહિર મેમણ : ડેડીયાપાડા – 04/01/2023- નર્મદા જિલ્લા ના દેડિયાપાડા અને સાગબારા તાલુકાના ૫૨(બાવન) ગામોમાં આદિમજૂથના પરિવારો વસવાટ કરતા હોય વહીવટી તંત્રની ટીમો દ્વારા ગત સપ્તાહથી સર્વેની કામગીરી ચાલી રહી છે. તેને સમાંતર આજે બુધવારના રોજ દેડિયાપાડા તાલુકાના બેસણા ગામે આધાર નોંધણી કેમ્પ યોજાયો હતો. જેમાં બેસણા, ખુરદી, નાની સિંગ્લોટી, કોલીવાડા અને ઘાંટોલી ગામના નાગરિકો સહભાગી બની આધાર નોંધણી અને અપડેશનની કામગીરી કરાવી હતી. તા. ૪થી જાન્યુઆરીના રોજ મુલ્કાપાડા ગામે કેમ્પ યોજાશે, જેનો મુલ્કાપાડા,ઉમરાણ(ગવલાવાડી) નાની બેડવાણ, દેવગામ, બેળદા, ખામ, કુંડીઆંબા અને કોરવી ગામના લોકો લાભલઈ શકશે. જ્યારે પાંચમી જાન્યુઆરીના રોજ ખરચીપાડા ગામે યોજાનારા કેમ્પમાં ખરચીપાડા, ઝરણાવાડી, સામરપાડા(ઘોડી) ભુતબેડા, મંડાળા, સોરાપાડા અને કનબુડી ગામના નાગરિકો ભાગ લઈ શકશે.

સાગબારા તાલુકાના ડાબકા ગામે આજે બુધવારે આધાર નોંધણી-સુધારણા કેમ્પ યોજાયો હતો. જેમાં કાકરપાડા, હલગામ(પાડી), દોધનવાડી, ઉભારીયા, ઉમરદા અને ગાયસાવર ગામના નાગરિકો સહભાગી બન્યા હતા. જ્યારે તા.૪ અને ૫મી જાન્યુઆરીના રોજ ભાદોડ ખાતે કેમ્પ યોજાનાર છે તેમાં ભાદોડ, કોલવણ, ધવલીવેર, સેલંબા, નવાગામ(જા) અને નેવડીઆંબા તેમજ તા.૬ ઠ્ઠી જાન્યુઆરીના રોજ મોટી દેવરુપણ ખાતે યોજાનારા કેમ્પમાં મોટી દેવરૂપણ, ભોરઆમલી, ટાવલ, કેલ અને ઘોડમુંગ ગામના નાગરિકો લાભ લઈ આધાર નોંધણી અને અપડેશન કરાવી શકે છે.

 

આધાર નોંધણી કેમ્પની સાથે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી- કર્મચારીશ્રીઓ પણ કેમ્પ સ્થળે જઈને વિવિધ કલ્યાણકારી યોજનાકીય માહિતી પુરીપાડવા સાથે લાભાર્થીઓને યોજનાકીય લાભ મળી રહે તે દિશામાં કાર્ય કરી રહ્યા છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!