તા.૩૦.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની દીકરીને ન્યાય મળે તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીએ પ્રતીક ધરણાનું આયોજન કર્યું
આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની આગેવાનીમાં દાહોદની દીકરીના ન્યાય માટે પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ભાજપ સમર્થિત આરોપી આચાર્યને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે: ઇસુદાન ગઢવી અમારી માંગ છે કે માસુમ દિકરીને ન્યાય મળે અને તેના પરિવારને 50 લાખની સહાય મળે: ઇસુદાન ગઢવી હું મુખ્યમંત્રીને અપીલ કરીશ કે આવો અને આજે આ પ્રતીક ધરણા કાર્યક્રમમાં જોડાઓ અને દીકરીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો: ઇસુદાન ગઢવી બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની એક દીકરી પર એક નરાધમે દુષ્કર્મ કર્યું. અમારો સવાલ છે કે ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે?: ઇસુદાન ગઢવી ઘણા શિક્ષકોએ જણાવ્યું કે હજુ કેટલીય શાળાઓ એવી છે, જેમાં નરાધમો દીકરીઓનું શોષણ કરી રહ્યા છે: ઇસુદાન ગઢવી અમારી માંગ છે કે તમામ શાળાઓમાં તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે: ઇસુદાન ગઢવી હું મુખ્યમંત્રીને વિનંતી કરીશ કે હવે આંખો ખોલો અને નાની માસુમ બાળકી પર દુષ્કર્મ થઈ રહ્યા છે, તેને રોકવા માટે તાત્કાલિક કડક પગલાં લો: ઇસુદાન ગઢવી અમદાવાદ/સુરત/દાહોદ/નર્મદા/ભરૂચ/વડોદરા/રાજકોટ/છોટાઉદેપુર/ગુજરાત
દાહોદમાં એક સરકારી શાળાના આચાર્યએ પહેલા ધોરણમાં ભણતી છ વર્ષની માસુમ દિકરી સાથે બળજબરીનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી. આ ઘટનાને પગલે આજે આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે એક દિવસીય પ્રતિક ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માસુમ દીકરીને ન્યાય મળે, આરોપી નરાધમ પ્રિન્સિપાલને તાત્કાલિક ફાંસીની સજા થાય અને દીકરીના પરિવારને 50 લાખ વળતર મળે તેવી માંગ સાથે આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીકરીની આત્માને ભગવાન શાંતિ આપે અને બીજી આવી ઘટના ન બને તેવી તેવી પણ પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની સાથે સાથે મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડૉ. જવેલબેન વસરા, પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રમુખ અને મધ્ય ઝોન સંગઠન મંત્રી પ્રવીણ રામ, મધ્ય ઝોન સંગઠન મંત્રી સૂર્યસિંહ ડાભી, અમદાવાદ શહેર પ્રભારી ચેતનભાઇ રાવલ, અમદાવાદ શહેર પશ્ચિમ પ્રમુખ વિજય પટેલ, અમદાવાદ શહેર ઈસ્ટ પ્રમુખ ઓમ પ્રકાશ તિવારી, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ સિદ્ધિબેન ભાવસાર અને હોસ્પિટલ કેર કમિટી પ્રદેશ પ્રમુખ વિનોદભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા આ પ્રતીક ધરણા દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે દાહોદમાં છ વર્ષની દીકરી પર ભાજપ સમર્થિત નરાધમે બળાત્કારની કોશિશ કરી અને તે દીકરીની હત્યા કરી દીધી. આવા નરાધમને આચાર્ય કહેવું પણ દુઃખની વાત છે. મેં જ્યારે આ દીકરીના પરિવારની મુલાકાત લીધી ત્યારે અમને જાણવા મળ્યું કે તેની સ્કૂલમાંથી કોઈ પણ શિક્ષક કે અન્ય કોઈ પણ તેઓની મુલાકાતે આવ્યા નથી, માટે આ બધા શંકાના ઘેરામાં છે. આ ઘટના બહાર આવી છે, પરંતુ આવી હજુ કેટલીય ઘટનાઓ છે જે બહાર નથી આવતી. બીજી બાજુ સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની એક દીકરી પર એક નરાધમે દુષ્કર્મ કર્યું. અમારો સવાલ છે કે ગુજરાતમાં શું થઈ રહ્યું છે? ગુજરાતમાં કોનું રાજ ચાલે છે આજે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ એક દિવસીય પ્રતીક ધરણાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ પ્રતિક ધરણાનો ઉદ્દેશ્ય એ જ છે કે દાહોદની માસુમ દીકરીને ન્યાય મળે, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આરોપીને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે અને દીકરીના પરિવારને 50 લાખની સહાય મળે. મને ઘણા શિક્ષકોએ જણાવ્યું કે હજુ કેટલીય શાળાઓ એવી છે જેમાં નરાધમો દીકરીઓનું શોષણ કરી રહ્યા છે. માટે અમારી માંગ છે કે તમામ શાળાઓમાં તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે. સાથે સાથે ગામોમાં ગરીબ બાળકો માટે સ્કૂલ સુધી લઈ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવે બધું એક ગંભીર બાબત એ છે કે થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી એક રાજકીય કાર્યક્રમમાં ધરણા પર બેઠા હતા. હું મુખ્યમંત્રીને અપીલ કરીશ કે આવો અને આજે આમ આદમી પાર્ટીના આ પ્રતીક ધરણા કાર્યક્રમમાં જોડાઓ અને આ દીકરીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. આજે અમે અહીંયા પ્રાર્થના સભા રાખી છે, આપણે તમામ લોકોએ રાજકીય વાતથી ઉપર જઈને આ દીકરીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવી જોઈએ. ગુજરાતમાં દરરોજ આવા કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. હું મુખ્યમંત્રીને વિનંતી કરીશ કે હવે આંખો ખોલો અને આ જે નાની માસુમ બાળકી પર દુષ્કર્મ થઈ રહ્યા છે, તેને રોકવા માટે તાત્કાલિક કડક પગલાં લો