GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

આમ આદમી પાર્ટી ના કાલોલ વિધાનસભા પ્રભારી નશામાં વાહન ચલાવતા ઝડપાયા, પોલીસે ગુનો નોંધાયો.

 

તારીખ ૩૧/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડ અને સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન નાઈટ ચેકિંગમાં હતા. તે દરમિયાન આમ આદમી પાર્ટીના કાલોલ વિધાનસભા પ્રભારી રાજેન્દ્રસિંહ સુરસંગજી ડાભી (ઉં.વ. ૩૭, મૂળ ડાંગરવા-કડી, હાલ કાલોલ સંજીવની હોસ્પિટલ પાછળ નશાની હાલતમાં ફોરવ્હીલ ગાડી ગફલતભરી રીતે ચલાવતા મળી આવ્યા હતા જ્યાં પ્રતિબંધિત વિસ્તારમાં વગર પાસ-પરમિટે દારૂ પીધેલી હાલતમાં વાહન હંકારતા પોલીસે તેમને ઝડપી લીધા. કાલોલ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Back to top button
error: Content is protected !!