GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વિસાવદરમાં AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીતની ગુજરાતભરમાં ઉજવણી

તા.૨૪/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આમ આદમી પાર્ટીના સંગઠને ગુજરાતભરમાં વિજય રેલીનું આયોજન કર્યું

સમગ્ર ગુજરાતના લોકોની જીત થઇ માટે મોટી સંખ્યામાં સામાન્ય લોકોએ પણ આ જીતની ઉજવણી કરી: AAP

આમ આદમી પાર્ટી 2027માં સરકાર બનાવવા તરફ આગળ વધી: AAP

હવે લોકોને વિશ્વાસ આવી ગયો છે કે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે ભાજપને હરાવી શકે છે: AAP

Rajkot: આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જંગી બહુમતીથી જીત હાંસલ કરી છે. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ગુજરાતભરના સંગઠને વિજય સરઘસ કાઢીને ઉજવણી કરી હતી. ઉજવણીના ભાગરૂપે અલગ અલગ શહેરોમાં પદયાત્રા દ્વારા વિજય રેલી અને બાઈક રેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતના અનેક શહેરોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ સ્થાનિક પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલીયાની જીત એ ફક્ત આમ આદમી પાર્ટીની જીત નથી, પરંતુ સમગ્ર ગુજરાતના લોકોની જીત છે માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ આ કાર્યક્રમોમાં જોડાયા હતા અને લોકોએ પણ આ જીતની ઉજવણી કરી હતી.

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સહિત વિસાવદરના ખેડૂતો, રત્ન કલાકારો, વેપારીઓ, મજૂરો, યુવાનો સહિત તમામ લોકોએ દિવસ રાત મહેનત કરી હતી અને આ ચૂંટણીમાં ભાજપને જડબાતોડ જવાબ આપ્યો હતો. અગાઉ આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે “આ ચૂંટણી તેઓ પોતે નહતા લડી રહ્યા પરંતુ વિસાવદરની જનતા લડી રહી હતી માટે આ જનતાની જીત છે.” આ ચૂંટણી આમ આદમી પાર્ટી માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની રાજનીતિ માટે એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે કારણકે હવે લોકોને વિશ્વાસ આવી ગયો છે કે ગુજરાતમાં તે એક જ પાર્ટી છે જે ભાજપને હરાવી શકે છે. માટે હવે મોટી સંખ્યામાં ગુજરાતભરના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત બનાવશે. વિસાવદરની જીત બાદ હવે ગુજરાતની રાજનીતિ બદલાઈ છે અને આમ આદમી પાર્ટી 2027માં સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે.

Back to top button
error: Content is protected !!