ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના ગેડ ગામની સીમમાં થઇ કારમાં લઇ જવાતો ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સ જડપાયો

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજના ગેડ ગામની સીમમાં થઇ કારમાં લઇ જવાતો ઇગ્લીશ દારૂના જથ્થા સાથે એક શખ્સ જડપાયો

મેઘરજ તાલુકાના ગેડ ગામની સીમમાં થઇ ઇકો ગાડીમાં લઇ જવાતો ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પરપ્રાંતિય શખ્સને પોલીસે જડપી પાડ્યો છે ઇસરી પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલગ માં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ઇકો ગાડીમાં તેનો ચાલક ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી રેલ્લાવાડા થઇ મોડાસા તરફ નીકળનારછે જેના આધારે પોલીસે ગેડ ગામની સીમમાં રસ્તા પર કોર્ડન કરી બાતમી વાળી ગાડીની વોચમાં હતી તે દરમિયાન ઇકો ગાડી આવતાં પોલીસે ગાડી ઉભી કરાવી અંદર તપાસ કરતાં ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ અને ટીન કુલ.૧૦૦૬ જેની કીંમત રૂ.૧.૪૦.૯૨૦ તેમજ ઇકો ગાડી નં.જી.જે.૦૧.ડબલ્યુ સી.૧૨૫૭ અને મોબાઇલ નં.૧ સહીત કુલ.રૂ.૫.૪૧.૪૨૦ ના મુદ્દામાલ સાથે આરોપી.લલીત મંગનીરામ લોહારા રહે.વિઠોલી તા.ઘાસા થાના ઘાસા જી.ઉદયપુર (રાજસ્થાન) ને જડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરીછે

Back to top button
error: Content is protected !!