Rajkot: રાજકોટમાં આયોજિત ગુજરાત જોડો સભામાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ કર્યો ચોંકાવનાર ખુલાસો
તા. 13/10/2025
વાત્સલયમ્ સમાચાર
બોટાદમાં પોલીસ બુટલેગરો લઈને આવી અને ખેડૂતોને માર માર્યો: ગોપાલ ઇટાલિયા
બોટાદમાં પોલીસવાળા 10-15 બુટલેગરોને લઈને આવ્યા અને એ બુટલેગરોએ પથ્થરમારો કર્યો: ગોપાલ ઇટાલિયા
પોલીસના માણસોએ પોલીસની ગાડી ઉથલાવી: ગોપાલ ઇટાલિયા
ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસવાળાઓ પર ગાડીઓ ચડાવી દીધી એ સમય તો કોઈએ FIR પણ થતી નથી: ગોપાલ ઇટાલિયા
બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા હતા ત્યારે કોઈ બોલ્યું નહીં: ગોપાલ ઇટાલિયા
ભાજપની દલાલી કરનાર અધિકારીઓને મળશે “લોઢાના મેડલ”: ગોપાલ ઇટાલિયા
પ્રમોશન, પૈસા અને સારી જગ્યાએ પોસ્ટિંગ માટે અધિકારીઓએ સરકારની દલાલી ચાલુ કરી: ગોપાલ ઇટાલિયા
2027માં દલાલ અધિકારીઓને લાઇનમાં ઊભા રાખીને આપીશું લોઢાના મેડલ: ગોપાલ ઇટાલિયા
જે જનતાને દબાવે છે એ અધિકારીઓને લોઢાના મેડલ મળશે: ગોપાલ ઇટાલિયા
Rajkot: વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજકોટ ખાતે વિશાળ જનસભામાં બોટાદની આજની ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ ખેડૂતો માટે આંદોલન કર્યું. એમણે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું પરંતુ આજે બોટાદમાં શું ઘટના બની? એવી જ ઘટના પાટીદાર અનામત આંદોલનમાં મહુડી ચોકમાં બની હતી. પોલીસવાળા ચાર બુટલેગરોને લઈને આવ્યા અને બુટલેગરોએ પથરા ઉછાળવાનું ચાલુ કર્યું, આ દરમિયાન ગામના લોકો સ્તબ્ધ હતા અને વિચારતા હતા કે આ કયા ગામના લોકો આવી ગયા છે. એટલામાં તો પોલીસે “પથ્થરમારો થયો અમારા પર” એમ કહીને માર મારવાનું શરૂ કર્યું. તમે દસ પંદર બુટલેગર લઈને આવ્યા અને તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા. હાલ આજે ટોળું છે એમાં પાંચ બુટલેગરો આવીને પથ્થરમારો કરે તો આપણે શું કરી લેવાના? આજે બોટાદમાં આવી જ ઘટના બની કે પોલીસવાળા 10-15 બુટલેગરોને લઈને આવ્યા અને એ બુટલેગરોએ પથ્થરમારો કર્યો પછી પોલીસે આખા ગામની ચારે બાજુથી ઘેરી લીધું અને ત્યારબાદ ગામના ખેડૂતોને બેફામ માર માર્યો. પોલીસે અમારા અનેક આગેવાનોને પકડ્યા, પોલીસના માણસોએ પોલીસની ગાડી ઉથલાવીને સળગાવી દીધી પછી એ જ લોકોએ કેમેરામાં રેકોર્ડ કરીને કહ્યું કે જુઓ અમારી ગાડી સળગાવી દીધી.
ભૂતકાળમાં બુટલેગરોએ પોલીસના ડોકા કાપી નાખ્યા ત્યારે કોઈ બોલ્યું નહીં. ગુજરાતના અનેક બુટલેગરોએ પોલીસવાળાઓ પર ગાડીઓ ચડાવી દીધી એ સમય તો કોઈએ FIR પણ થતી નથી. પરંતુ જ્યારે એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે અને પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપવાળા તરત પોલીસ મોકલે છે. મેં નક્કી કર્યું છે કે જે લોકોએ ભાજપની દલાલી કરી છે, જે જે લોકોને પ્રમોશન જોઈએ છે અને જે જે લોકોને મેડલ જોઈએ છે એ બધાને ગોપાલ ઇટાલીયા લોઢાના મેડલ આપશે. કેટલાક અધિકારીઓ સારા છે પરંતુ બાકીના બધાને પ્રમોશન જોઈએ છે, પૈસા જોઈએ છે અને સારી જગ્યાએ પોસ્ટિંગ જોઈએ છે અને એમાં જ એ લોકોએ સરકારની દલાલી ચાલુ કરી. 2027માં જ્યારે સરકાર બદલાશે ત્યારે બધાને લાઇનમાં ઊભા રાખીને લોઢાના મેડલ પહેરાવવામાં આવશે. આવા મોટા સ્ટેજ પર જ એ લોકોને બોલવામાં આવશે. જે લોકો જનતાને રિબાવે છે એ લોકોને આપણે છોડી શકતા નથી. જેણે જેણે જનતાને દબાવવાનું અને જનતાને શોષણ કરવાનું કામ કર્યું અને જેણે ભ્રષ્ટાચાર કર્યો અને જેણે પૈસા લૂંટ્યા છે એ બધાને લોઢાના મેડલ આપવામાં આવશે.
આ તકે પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી તથા પ્રદેશ ટ્રેડ વિગ પ્રમુખ શિવલાલભાઈ બારસિયા તથા લોકસભા સહ ઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા તથા વિધાનસભા 68 ના ઇન્ચાર્જ રાહુલભાઈ ભુવા તથા 71 વિધાનસભાના ઇન્ચાર્જ કૌશિકભાઇ મકવાણા પ્રદેશ મંત્રી ચેતનભાઇકામાણી તથા મહામંત્રી સંજયસિંહ વાઘેલા સાથે પિયુષભાઈ ભંડેરી અને પિયુષભાઈ ભાંભર તથા દિલીપભાઈ વોરા અને રાજકોટની જનતા ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હતી