MEHSANAVIJAPUR

વિજાપુર પામોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાનભવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વિજાપુર પામોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાનભવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
108 જેટલી સગર્ભા બેનો ને આયુષ્યમાન કાર્ડ તેમજ પોષણકિટો નુ વિતરણ કરાયુ
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન કાર્ડ તેમજ સગર્ભા માતાઓના ગર્ભ સંસ્કાર નો કાર્યક્રમ ગાયત્રી પરિવાર પામોલ ગ્રામપંચાયત ના સહકાર થી યોજાયો હતો જેમાં ૧૦૮ સર્ગભા બેનો નો ગર્ભ સંસ્કાર તેમજ સાથે સાથે આયુષ્યમાન કાર્ડ તેમજ સગર્ભા માતા ની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ વ્યસન મુક્તિ નો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો તેમજ પામોલ ગામની સંસ્થા એસ કે ચેરીટેબલ ટ્રસ્ટ .પામોલ. દ્રારા સગર્ભા માતા ને પોષણ કીટ આપવામાં આવી. આ કાર્યક્રમમાં ચૌધરી રામજીભાઈ હાથીભાઈ ચેરમેન તેમજ ખેતીવાડી બેંક મહેસાણા ના ચૌધરી ઈશ્વરભાઈ જેઠાભાઈ તેમજ સરપંચ પામોલ ડાહીબેન ચૌધરી તેમજ જીલ્લા સદસ્ય મુકેશભાઈ ચૌધરી તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ મેડિકલ ઓફિસર પ્રા આ કે પામોલ ડો સુભાષ પટેલ તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ આયુષ મેડિકલ ઓફિસર મેલ સુપરવાઈઝર રોહિત ભાઈ પટેલ પ્રા આ કે પામોલ ના આરોગ્ય સ્ટાફ તથા આરોગ્ય આશાવર્કર બહેનો સહીત આરોગ્ય વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!