GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાનાં કેસમાં ‘આપ’નાં કાર્યકરો હાજર થયા, વ્યાપક સુત્રોચ્ચાર પણ કરાયા

તા.30/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથક સામે આપના કાર્યકરોનો વિરોધ સાથે સૂત્રોચાર કરી અને પોલીસ મથકે ચારે કાર્યકરો હાજર થયા હતા આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા છે અને આગામી સમયમાં આવનાર મહાનગર પાલિકાની તમામ બેઠકો ઉપર બિન્દાસ પણે સરકાર દ્વારા કોઈપણ રીતે અત્યાચાર કરવામાં આવે છતાં પણ ચૂંટણી લડી અને જંગ જીતી અને બતાવવાનો છે સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા પાંચ દિવસથી આપના કાર્યકરો સામે મહાનગરપાલિકા દ્વારા ખોટા કેસો કરી અને ફસાવવાનો કારસ્તાન કરવામાં આવ્યું હોવાનું કમલેશભાઈ કોટેચા વિક્રમ દવે અને આપના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું અને ખોટી રીતે કેસ કરી અને ફસાવી અને આપના કાર્યકરો દ્વારા ચૂંટણી ન લડી શકે તે માટેનો કારસ્તાન સરકારના ઈશારા ઉપર કરવામાં આવ્યો છે ત્યારે સત્ય સામે લડત આપી એ દરેક સમાજ અને દરેક વ્યક્તિનો અધિકાર છે અને કોઈપણ વ્યક્તિ માટે રજૂઆત કરવી અને મહાનગર પાલિકામાં કામ ન થતા હોય તેવા કામો માટે લોકોની સાથે રહેવું એ કોઈ અન્યાયની વાત નથી પરંતુ મહાનગરપાલિકા દ્વારા ખોટી રીતે ફરજ રૂકવટ જેવી અઘરી કલમો લગાવી અને આપના ચાર કાર્યકરો ઉપર પોલીસ કેસ કરી અને કસ્ટડી સુધી લઈ જવાના ખેલ કરવામાં આવ્યા છે ત્યારે આજે આપના કાર્યકરોની ટીમ સાથે સુરેન્દ્રનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકે આપના કાર્યકરો દ્વારા સૂત્ર ચારો કરી અને પોલીસ મથકને ઘેરાવ કરવામાં આવ્યો હોય તેવો કાર્યક્રમ આપવામાં આવ્યો છે અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ ખૂબ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સખત વિરોધ દર્શાવી અને આ કાર્યક્રમને કોઈપણ મોટા ચમરબંધી કે કોઈ પણ સરકારના ચૂંટાયેલા હોય તેનાથી જરા પણ આપના કાર્યકરો ડરશે નહીં અને દરિયા વગર ચૂંટણી ફરજિયાત પણે દરેક વોર્ડમાં લડશે તેવું પણ તેમને અંતમાં જણાવ્યું હાલમાં સુરેન્દ્રનગર પોલીસ મથકે આપના ચારે કાર્યકરો સામે જે ફરિયાદ કરવામાં આવી છે તે તમામ જવાબ લખવા માટે હાજર થયા છે અને સરકાર સામે પરિવાર સૂત્રોચાર કરી અને વિરોધ નોંધાવ્યો છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આપણા યોદ્ધાઓ કમલેશ કોટેચા, દીપક ચિહલા, અતુલ વેગડ, કૃણાલ શાહ પર ખોટો કેશ કરવામાં આવ્યો છે તંત્રની દાદાગીરી કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં આમ આદમી પાર્ટીનો લોકોની પ્રાથમિક સુવિધા માટે લડી લેવા તૈયાર છે.

Back to top button
error: Content is protected !!