ABADASAGUJARATKUTCH

અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટના સહયોગ થી અબડાસા તાલુકા કક્ષાનો “ ખેલ મહાકુંભ -૨૦૨૫ “ કોઠારા ખાતે યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.

અબડાસા,તા-૨૦ નવેમ્બર : બાળકોમાં ખેલ દ્વારા ખેલદિલીનો ગુણ વિકસે તે સાથે તેમનો શારીરિક, માનસિક અને એકાગ્રતા જેવા ગુણો તથા સાહસિકવૃત્તિની વિકાસ માટે દર વર્ષે “ ખેલ મહાકુંભ “ ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવે છે.અબડાસા તાલુકા કક્ષાનો આ ખેલ મહાકુંભ અદાણી ફાઉન્ડેશન અને અદાણી સિમેન્ટના સહયોગ થી નિવાસી આશ્રમશાળા અને ખાદી ગ્રામોધોગ ભંડાર – કોઠારા ખાતે તારીખ : ૮-૧૧-૨૦૨૫ થી ૧૩-૧૧-૨૦૨૫ સુધી છ દિવસ સુધી યોજાયેલ. જેમાં કુલ: ૫૦ થી વધારે શાળાનાં ૧૨૦૦ થી વધારે બાળકોએ ઉમર અને ધોરણ પ્રમાણે ભાગ લીધેલ. જેમાં વિવિધ રમતો જેવી કે ખોખો,કબ્બડી, ચેસ, વિવિધ અંતરવાળી દોડ,વોલીબોલ, ઊંચી કુદ, ચક્ર ફેંક,ગોળા ફેંક,રસ્સા ખેંચ, યોગાસન વગેરે. જેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર ૪૦૦ જેટલાં બાળકોને શિલ્ડથી મહાનુભાવોને હસ્તે સન્માનિત કરવામાં આવેલ.અબડાસા તાલુકાનાં કન્વીનર કિશોરસિંહ જાડેજાનાં પ્રયાસોથી છેલ્લાં ૨૫ વર્ષથી ચાલતા આ ખેલ મહાકુંભમાં દર વર્ષે બાળકો ભાગ લે છે. જેમાંથી અત્યારે બે બાલિકાઓ રાષ્ટ્રીય લેવલેચેસની રમત રમી રહી છે. રાજ્ય કક્ષાએ ૨૧૦ થી વધારે બાળકો પહોચ્યા છે. આ ખેલ મહાકુંભ-૨૦૨૫ માં દરેક રમતમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ ૨૦૦ થી વધારે બાળકો જિલ્લાકક્ષાએરમવા જશે. જ્યારે ૬૪ બાળકો માધાપર મુકામે આવેલ જિલ્લા સ્તરની રમત-ગમત શાળામાં બેટરીટેસ્ટ માટે જશે. જેમાં પસંદગી પામનાર બાળકનો રમત ગમતની સંપૂર્ણ તાલીમનો તમામ ખર્ચ આ શાળા દ્વારા કરવામાં આવશે.    આ ખેલ મહાકુંભ – ૨૦૨૫ ના ઈનામ વિતરણ અને સમાપન કાર્યક્રમમાં અદાણી સિમેન્ટ – સાંઘીપુરમના પ્લાન્ટ હેડ વિવેકકુમાર મિશ્રા સાહેબ તથા અદાણી ફાઉન્ડેશન – સાંઘીપુરમનાસી.એસ.આર. હેડ માવજીભાઈબારૈયા, બી.આર.સી. કો-ઓર્ડિનેટર શ્રી લખધીરસિંહજી જાડેજા, શિક્ષક મંડળના પ્રમુખ શ્રી રામસંગજી જાડેજા,પૃથ્વીરાજસિંહજી જાડેજા, ખાદી ગ્રામોધોગભંડારના સંચાલક શ્રી ખોડુભા જાડેજા,અદાણીફાઉન્ડેશનનાપ્રકાશભાઈમકવાણા,નિશાંત જોશી તથા ભાવેશભાઈએરડા હાજર રહીને વ્યવસ્થા સાંભળી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ  મિશ્રાસાહેબે જણાવ્યું કે “ બાળકોમાં વિવિધ પ્રકારની શક્તિઓ અને પ્રતિભાઓ પડેલી હોય છે. તેને ઓળખવાનું અને વિકસાવવાનું કામ આવા ખેલકુંભના આયોજન અને અમલીકરણ દ્વારા થતું હોય છે. આ ખેલ મહાકુંભમાંદીકરીઓએ વધારે ભાગ લઈને તેનું મહત્વ વધાર્યું છે. જો પ્રાથમિક કક્ષાએથી જ બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળશે તો આ ક્ષેત્રમાં તેમનું ભવિષ્ય ઉજળું છે. અમોને આ ખેલ મહાકુંભમાં તક આપી તે બદલ આયોજકોને અભિનંદન અને વિજેતા બાળકોને શુભેચ્છા પાઠવીને ભવિષ્યમાં રાષ્ટ્રીયકક્ષાએ સિદ્ધિ મેળવવા માટેની શુભેચ્છા પાઠવી હતી.

જ્યારે માવજીભાઇ બારૈયા એ કહ્યું કે અબડાસા જેવા છેવાડાનાતાલુકામાં જાગૃત શિક્ષકો દ્વારા જે બાળકમાં પ્રતિભા પડેલી છે તેને બહાર લાવવાનું ઉત્તમ કાર્ય કર્યું છે. આ પ્રોત્સાહન બાળકોના ભાવિને ઉજ્જવળ બનાવશે. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શાળા અધિકારી સતાર મારા સાહેબે ખેલાડીઓને જણાવ્યું કે તાલુકા માંથી જે પ્રોત્સાહન મળે છે, માર્ગદર્શક જે પ્રમાણે મહેનત કરે છે એ બાળકોમાં આજે દેખાય રહ્યંળ છે. આપ સૌ ખૂબ આગળ વધીને તાલુકાનું નામ રોશન કરો તેવી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે લખધીરસિંહજીજાડેજાએ કહ્યું કે બાળકોને તક મળવી ખૂબ જરૂરી છે. એ તક માટે શાળાનાં શિક્ષકો દ્વારા જે જાગૃતતા દાખવવામાં આવે છે તે અભિનંદનને પાત્ર છે. બાળકો હજુ પણ વધારે મહેનત કરે જેથી રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરી શકીએ.ખેલ મહાકુંભના સંયોજક  કિશોરસિંહ જાડેજાએ આ છ દિવસ સુધી ખેલાયેલ વિવિધ રમતો, બાળકો તથા તેમના માર્ગદર્શકની મહેનત અને સ્થળ પર આવીને સહકાર આપનાર સૌની વિગતવાર માહિતી દ્વારા સમગ્ર ખેલ મહાકુંભની ઝાંખી કરાવી હતી. સમગ્ર સંચાલન કિશોરસિંહજી તથા મયુરભાઈ દ્વારા જ્યારે આભારવિધીરામસંગજીજાડેજાએ કરી હતી.

Back to top button
error: Content is protected !!