
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ફોરેસ્ટ પાસે માનસિક રીતે બિમાર મહિલાનુ પરીવાર સાથે મિલન કરાવતી અભયમ ટીમ
મહિલા મોડાસા રોડ પર આવેલ ફોરેસ્ટ ઓફીસ આગળ સ્કુટી પાર્ક કરી જમીન પર આળોટતી બચાવો બચાવોની બુમો કરી રહી હતી
મેઘરજ નરમાં મોડાસા રોડ પર એક માનસિક રીતે બીમાર મહીલા પોતાની એક્ટીવા પાર્ક કરી મોબાઇલ અને પર્સ સાઇડમાં નાખી દઇને જમીન પર આળોટતી હતી અને બુમો પાડી રહી હતી તેવામાં ૧૮૧ અભય ટીમ ત્યાંથી પ્રસાર થતી હતી ત્યારે આ મહિલા રોડ સાઇડે જોઇ અભયમ ટીમ મહિલા પાસે જઇને મહિલાને સાત્વના આપી તેના પરીવારનો સંપર્ક કરી મહિલાને પરીવારને સોપાઇ હતી
મંગળવાર સાંજે ૧૮૧ અભયમ ટીમ મેઘરજ થી મોડાસા તરફ જઇ રહી હતી તે દરમિયાન મોડાસા રોડ પર ફોરેસ્ટ ઓફિસ પાસે અંતરીયાળ વિસ્તારની એક મહિલા માનસિક રીતે બિમાર હોય પોતાનુ એક્ટીવા રોડ સાઇડે પાર્ક કરી રસ્તા પર આડોટી બચાવો બચાવો મને નથી મારી નાખો જેવા શબ્દો બોલી જોર જોર થી રડીરહી હતી તેવામાં ત્યાંથઇ પ્રસાર થતી ૧૮૧ અભયમ ટીમ આ મહિલાને જોઇ ઉભી રહી અને મહિલાની પુછપરછ કરી હતી પરંતુ મહિલા માનસિકરીતે બિમાર હોવાનુ જણાતાં મહિલાની બાજુમાં પડેલ મોબાઇ થી અભયમ ટીમે તેના પરીવારનો સંપર્ક કર્યો હતો મહિલાનો પરીવાર આવતાં જાણવા મળ્યુ હતુ કે મહિલાના પતિનુ થોડા સમય પહેલાં મરણ થયુ હતુ ત્યારથી મહિલા વારંવાર આવી રીતે એક્ટીવા લઇ નીકળી જાયછે અને કોઇ પણ સ્થળે જમીન પર પડી બુમરાણ કરેછે
અભયમ ટીમે તેના પરીવારજનોનો સંપર્ક કરી મહિલાને તેના પરીવારજનોને સોપતાં પરીવાર જનોએ અભયમ ટીમનો આભાર માન્યો હતો





