
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
AI ના નકલી વીડિયોથી શામળાજી પાસે રતનપુર બોર્ડર પર પ્લેન ક્રેશની અફવા ફેલાવતો વિડિઓ વાયરલ, 8 લાખથી વધુ લોકોએ ઈન્સ્ટાગ્રામ પર જોયો વિડિઓ ..!!!
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા ગુજરાત-રાજસ્થાન સરહદના રતનપુર બોર્ડર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયાની અફવાએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. પ્લેન ક્રેશ થયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જેને લાખો લોકોએ ઈન્સ્ટાગ્રામ પર નિહાળ્યો હતો
જોકે આ વીડિયો વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વધુ વ્યૂ અને લોકપ્રિયતા મેળવવાના હેતુથી એક યુવકે આ ભ્રામક વીડિયો બનાવી વાયરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.વાયરલ થયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે, જેના કારણે અનેક લોકોમાં પ્લેન ક્રેશ અંગે ભય અને ગેરસમજ ફેલાઈ હતી.તંત્ર અને સાયબર નિષ્ણાતોએ લોકોને સોશિયલ મીડિયા પર ફરતા આવા AI આધારિત ભ્રામક વીડિયો અને અફવાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે. કોઈપણ માહિતી શેર કરતા પહેલાં તેના સત્તાવાર સ્ત્રોતમાંથી સત્યાપન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.




