ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અભેપર ગામે ખનીજ અંગે દરોડો પાડી રૂ.17 લાખના મુદ્દામાલ સાથે 9 મંજૂરોનુ રેસ્ક્યૂ કર્યું.
2 ટ્રેક્ટર, 1 મીની ટ્રેક્ટર, 1 કમ્પ્રેશન મશીન, 1 ચરખી, 4 બકેટ, 19 નંગ સુપર પાવર નાઈટિ વિસ્ફોટક એમ કુલ મળીને રૂ.17,30,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.18/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
2 ટ્રેક્ટર, 1 મીની ટ્રેક્ટર, 1 કમ્પ્રેશન મશીન, 1 ચરખી, 4 બકેટ, 19 નંગ સુપર પાવર નાઈટિ વિસ્ફોટક એમ કુલ મળીને રૂ.17,30,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી પંથકમાં ગેરકાયદેસર કોલસા ખનનનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા તેને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે કમર કસવામાં આવી છે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા જાહેર કરવામાં આવેલા ખાસ વ્હોટ્સએપ નંબર પર મળેલી નાગરિકોની ફરિયાદના આધારે ગત મોડી રાત્રે અભેપર ગામમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અભેપર ગામના ખાનગી માલિકીના સર્વે નંબર ૧૧ ની જમીનમાં ગેરકાયદેસર કોલસાની ખાણ ધમધમતી હોવાની અને રાત્રિના સમયે વિસ્ફોટકોના કારણે ગ્રામજનોની ઊંઘ હરામ થતી હોવાની ફરિયાદ વ્હોટ્સએપ પર મળી હતી આ રજૂઆતને ગંભીરતાથી લઈ નાયબ કલેક્ટર અને તેમની ટીમે ગત રાત્રે ૧૨:૪૫ કલાકે આકસ્મિક દરોડા પાડ્યા હતા આ દરોડા દરમિયાન કોલસાના જોખમી કૂવામાં કામ કરી રહેલા ૯ મજૂરોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા આ સાથે જ ઘટના સ્થળેથી નીચે મુજબનો કુલ રૂ. ૧૭,૩૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડાયો છે જેમા ૨ ટ્રેક્ટર અને ૧ મીની ટ્રેક્ટર, ૧ કમ્પ્રેશન મશીન અને ૧ ચરખી, ૪ બકેટ, ૧૯ નંગ સુપર પાવર નાઈટિ વિસ્ફોટક મળ્યો હતો આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ જમીન ધારક ગોરધનભાઈ છનાભાઈ ઝેઝરીયા રહે, અભેપર અને કોન્ટ્રાક્ટર જયેશભાઈ સવશીભાઈ મકવાણા રહે, દેવપરા સામે ગુજરાત મિનરલ રૂલ્સ ૨૦૧૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ ઉપરાંત, બંને શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે સરકારી બાબુઓ અને સ્થાનિક નેતા સામે પણ લાલ આંખ વહીવટી તંત્ર દ્વારા આ મામલે સખત વલણ અપનાવતા અભેપર ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ પણ નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીથી સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.




