GUJARATKUTCHMANDAVI

આંતરરાષ્ટ્રીય ડ્રોન ફોટો સ્પર્ધામાં ઝળક્યો કચ્છનો યુવા ફોટોગ્રાફર અભિષેક ગુસાઈ.

આંતરરાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં કચ્છની બન્ની ભેંસની તસવીરને વિશ્વની ૧૦ સુંદર તસ્વીરમાં સ્થાન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી, તા-04 એપ્રિલ  : પ્રતિષ્ઠિત ડ્રોન કંપની ડીજેઆઈ દ્વારા આયોજિત વૈશ્વિક સ્તરની ડ્રોન ફોટોગ્રાફી એન્યુઅલ સ્પર્ધામાં કચ્છી યુવા ફોટોગ્રાફર અભિષેક ગુસાઈએ ડંકો વગાડ્યો છે. આ સ્પર્ધામાં વિશ્વમાંથી ૧૩૮ દેશના ૧.૪૦ લાખ ફોટોગ્રાફર્સે પોતાની ડ્રોન તસવીરો સબમિટ કરી હતી. જેમાં ભુજના ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈએ લીધેલી બન્ની નસ્લની ભેંસની તળાવમાં ન્હાતી તસવીરને ટોપ ૧૦ સુંદર તસ્વીરમાં સ્થાન મળ્યું છે. કચ્છી યુવાન ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈના કચ્છ પ્રત્યેના લગાવ અને મહેનતથી આ સિદ્ધિ હાંસલ થઈ છે. અભિષેકની આ સિદ્ધિથી વિશ્વ સ્તરે કચ્છનું ગૌરવ વધ્યું છે.

Back to top button
error: Content is protected !!