GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

રાજકોટ ખાતે વિજયાદશમી ઉત્સવમાં કાલોલ ગોવર્ધનનાથજી હવેલીના અભિષેકલાલજી નુ સન્માન કરાયુ.

 

તારીખ ૦૪/૧૦/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

વિજયા દશમી ના પાવન અવસરે રાષ્ટ્રીય સ્વયં સેવક સંધ દ્વારા અયોધ્યા નગર વિજયા દશમી ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.RSS ના શતાબ્દી વર્ષ ના ઉપલક્ષ મા શસ્ત્ર પુજન, પરેડ એવં સભા નું આયોજન રાખવામા આવ્યું હતું.જેમાં ગોસ્વામી શ્રીઅભિષેકલાલજી મહારાજશ્રી (કાલોલ, મથુરા, રાજકોટ)ને મુખ્ય અતિથી વિશેષ તરિકે પધરાવવામા આવ્યા હતા.પુજ્ય મહારાજશ્રી એ શસ્ત્ર પુજન એવં પોતાના ઉદ્દબોધન દ્વારા સ્વયં સેવકો નો ઉત્સાહ વધાર્યો હતો, સંધ ના કાર્યવાહક જીતુ ભાઈ ભીંડી ( જુનાગઢ ) દ્વારા પુજ્ય શ્રી નું સન્નમાન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!