તા.૦૧.૦૩.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા તાલુકાની એક ગામની કિશોરી ની છેડતી થતાં અભયમ લીમખેડા મદદે પહોંચી
ગત રોજ એક વ્યક્તિ એ ૧૮૧. મહીલા હેલ્પ લાઈન માં કોલ કરી જણાવેલ કે એક કિશોરી ની છેડતી થયેલ છે અને મદદ ની જરુર છે જેથી અભયમ રેસ્ક્યું ટીમ લીમખેડા સ્થળ પર પહોચી કિશોરીને મદદ મળી રહી અને આગળ ની કાયદેસર કાયૅવાહી માટે પોલીસ સ્ટેશન માં કેસ રીફર કરવામાં આવેલ છે
મળતી માહિતી મુજબ કિશોરીના માતા એ જણાવેલ કે હુ પાણી લેવા ગયેલ મારી ૧૩ વર્ષ ની દિકરી પણ પાછલ આવેલ તે સમયે જેઠ ના છોકરા એ તેને ઘર માં ખેંચી ગયેલ. દિકરી બૂમો પાડતા તેને મો પર થાપટ મારી મો દબાવી રાખેલ.ગુના ની ગંભીરતા જોતા પીપલોદ પોલીસ સ્ટેશન માં અરજી આપવામા આવેલ છે