અશક્ત મહિલાને 108 દ્વારા સારવાર અપાવતા અભયમ પાદરા.
તારીખ ૨૩/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ વડોદરા ભાયલી વિસ્તારમાંથી એક ત્રાહિત વ્યક્તિ એ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જણાવેલ કે એક મહિલા અહી કેટલાક દીવસ થી બેસી રહ્યા છે જેઓને મદદ માટે કોલ કરતા અભયમ ટીમ પાદરા તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતા તેઓ વધુ પડતા અશક્ત હોય તેવું જણાતા ૧૦૮ એમબ્યુંલન્સ માં કોલ કરી સારવાર અપાવી હતી.મળતી માહિતી મુજબ મુળ અંકલેશ્વર ના મહિલા ઘરે થી ૨૦ દિવસ પહેલા નીકળી ગયાં હતા અને ભાયલી આવી ગયા હતાં જ્યાં તેઓ બિમાર પડતાં આજુબાજુ ના લોકો જમવાનું આપતાં હતા તેઓ ની તબિયત વધુ લથડતા મદદ માટે અભયમ ને જાણ કરવામાં આવી હતી. અભયમ દ્વારા તેઓ ને સાંત્વના આપી પરિવાર નું એડ્રેસ પૂછતા તેઓ એ અંકલેશ્વર માં સોસાયટી નુ નામ જણાવેલ પરતુ તેઓ પાસે કોઈ સમ્પર્ક નંબર ન હતો જેથી અંકલેશ્વર પોલીસ સાથે રહી તેમનાં પરિવાર નો સમ્પર્ક કરવામાં આવ્યો હતો જેઓ ને વિડિયો કોલિંગ કરતા તેઓ એ મહિલા ને ઓળખી બતાવ્યા હતાં અને તેઓ ને અંકલેશ્વર થી ભાયલી લેવાં માટે આવીએ છીએ તેમ જણાવ્યું હતુ પરતુ મહિલા ની આ દરમિયાન તબિયત બગડતાં સૌ પ્રથમ સારવાર આપવી જરૂરી લગતા ૧૦૮ ઇમરજન્સી માં સમ્પર્ક કરી તેઓ ને સારવાર માટે મોકલવામાં આવ્યાં હતા.આમ અભયમ દ્વારા મહીલાને મદદ પહોચાડવા માં આવી હતી.