
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-28 એપ્રિલ : શ્રી ભુજપુર સેવા સમાજ ટ્રસ્ટ તેમજ શ્રી એ.જે.એસ.હાઇસ્કૂલ દ્વારા રખાયેલ શિક્ષક મિત્રોના વિદાય તેમજ શુભેચ્છા સમારોહમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક મંત્રી તેમજ કચ્છ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ સંવર્ગની રચનામાં એક પાયાના પથ્થર રુપ ભૂમિકા ભજવનાર શ્રી નિલેશભાઈ વાઘેલા તેમજ સંગઠન સાથે જોડાયેલ અન્ય ત્રણ શિક્ષક મિત્રોને માં ભારતીની છબી, રાષ્ટ્રવાદી પુસ્તક, નાળીયેલ અને સાકર આપી વર્ષો સુધી કચ્છને કર્મભૂમી બનાવી શિક્ષણ, સમાજ અને રાષ્ટ્ર કર્મને પ્રાધાન્ય આપી વતનની વાટે જઈ રહેલ કર્મયોગીઓને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી. આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ (કોર ટીમ) મૂરજીભાઇ ગઢવી, માધ્યમિક સરકારી રાજ્ય તેમજ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાંઝા, માધ્યમિક ગ્રાન્ટેડ પ્રાંત સહસંગઠન મંત્રી તેમજ જિલ્લા અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, સરકારી ઉચ્ચતર માધ્યમિક પ્રાંત ઉપાધ્યક્ષ અને જિલ્લાના સંગઠન મંત્રી પુનશીભાઈ ગઢવી, જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ શ્રીમતી નિધીબેન રાજગોર તેમજ અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ હતા.




