ABRSM- ક્ચ્છ ટીમે દિવાળી નિમિતે દાતાશ્રીઓના સહયોગથી ગરીબ બાળકો વચ્ચે મીઠાઈ વિતરણ કરી તેમના ચહેરા પર સ્મિત લાવવાનુ કાર્ય કર્યુ.
'માનવ સેવા એ જ પ્રભુ સેવા' અને 'ચલો જલાયે દિપ, જહા આજ ભી અંધેરા હૈ', થીમ અંતર્ગત ABRSM- ક્ચ્છ ટીમે દિવાળી નિમિતે દાતાશ્રીઓના સહયોગથી ગરીબ બાળકો વચ્ચે મીઠાઈ વિતરણ કરી.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૩૧ ઓક્ટોબર : ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ અને ‘ચલો જલાયે દિપ, જહા આજ ભી અંધેરા હૈ’ એ થીમ અંતર્ગત સેવા યજ્ઞમાં દાતાશ્રીઓના સહયોગથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ની ભુજ તાલુકાની ટીમ દ્વારા દિપાવલી નિમિતે સેવાવસ્તી તેમજ સેવા સાધના સંચાલિત સંસ્કાર કેન્દ્રોમાં મીઠાઈ સહ ફરસાણ વિતરણ કરી ગરીબ તેમજ નિરાધાર બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનુ કાર્ય કરવામાં આવેલ હતુ. જેમા કચ્છ તેમજ કચ્છ બહારના દાતાશ્રીઓના આર્થિક સહયોગથી ૫૦૦ જેટલા મીઠાઈ તેમજ ફરસાણના બોક્સનુ બાળકો વચ્ચે વિતરણ કરી શૈક્ષણિક સંગઠન એવા ABRSM કચ્છ ટીમે સમાજ સેવા રુપે દિવાળીની અનોખી ઉજવણી કરેલ હતી. આ ઉમદા કાર્યના સંયોજક તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, સરકારી માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા, પ્રાથમિક સરકારી ભુજ તાલુકા અધ્યક્ષ શામજીભાઈ કેરાશિયા, પ્રાથમિક ગ્રાન્ટેડ પ્રાંત કારોબારી સભ્ય તિમિરભાઇ ગોર રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાથમિક સરકારી મહામંત્રી રમેશભાઈ ગાગલ, સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ કોષાધ્યક્ષ અમોલભાઈ ધોળકીયા સહિત ABRSM કચ્છ ની ટીમે જહેમત ઉઠાવેલ હતી. આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છના તમામ સંવર્ગો વતીથી આ સેવા યજ્ઞના સહયોગી બનેલ સર્વ દાતાશ્રીઓનો સોશિયલ મિડીઆના માધ્યમથી આભાર વ્યક્ત કરાવેલ હતો, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ










