સેવા ગ્રુપ દ્વારા સરાહનીય કામગીરી.કાલોલ તાલુકા ની બરોલા પ્રાથમિક શાળા ના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.

તારીખ ૧૯/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
દર વરસ ની જેમ ચાલુ સાલે પણ કાલોલ તાલુકા ની બરોલા પ્રાથમિક શાળા માં બાલમંદિર થી ૫ ધોરણ ના બાળકોને સેવા ગૃપ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટ નોટબુક, પેન, પેન્સિલ, સ્લેટ અને રબર , લંચબોક્સ, પાણીની બોટલ, કંપાસ બોક્સ, મજબૂત સ્કૂલ બેગ જેવી આવશ્યક સ્ટેશનરી અને આખુ વષઁ ચાલે એટલા ફુલસ્કેપ ચોપડાનું નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં સેવા ગ્રુપ એ સનફાર્મા હાલોલ પ્લાન્ટમાં કામ કરતા કાલોલના મયંક દરજી સહિતના મિત્રોનું ગ્રુપ છે. તદ્ઉપરાંત શાળા પ્રાંગણમાં બાળકો અને શિક્ષકો સાથે વૃક્ષારોપણ કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છેકે ચાર વર્ષ પહેલાં સેવા ગૃપ ની રચના કરાઇ હતી અને સંસ્થા શિક્ષણ ક્ષેત્રની સાથે જરૂરીયાત મંદોને મદદ તથા સામાજીક સેવા સાથે જોડાયેલી છે. ત્યારે સેવા ગૃપનું ફોક્સ શિક્ષણને વેગ આપવા બાળકોને પ્રોત્સાહિત કરવાની સાથે જરૂરીયાત મંદોને મદદ કરવી.વૃક્ષારોપણ અને અબોલા જીવની સેવા કરવી તેમજ અત્યાર સુધી પંચમહાલ જિલ્લામાં ગોધરા, કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા ની ૨૦ જેટલી અંતરિયાળ વિસ્તારો ની શાળાઓમાં જરૂરીયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ નુ વિતરણ કરી દર વર્ષે સરાહનીય કામગીરી કરવામાં આવે છે.







