સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે ACB એ લાંચ લેતા હેડક્લાર્ક રંગે હાથે ઝડપાયો
હોમગાર્ડ કમાન્ડર સાથે સરકારી વાહન ઉપર ડ્રાઇવર તરીકે ગયેલા યુવક પાસે 3000 રૂપિયાની લાંચ માંગી હતી

તા.20/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
હોમગાર્ડ કમાન્ડર સાથે સરકારી વાહન ઉપર ડ્રાઇવર તરીકે ગયેલા યુવક પાસે 3000 રૂપિયાની લાંચ માંગી હતી, સુરેન્દ્રનગર એસીબી વિભાગના પીઆઈ એમ.ડી પટેલ દ્વારા સુરેન્દ્રનગર હોમગાર્ડ કમાન્ડરની કચેરીમાં જ એસીબીની સફળ ટ્રેપ કરવામાં આવી છે જેમાં હોમગાર્ડ કચેરીમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિજય સોમાભાઈ પરમાર દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હતી અને 3000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે અને એસીબી વિભાગની ટીમ દ્વારા વિજય પરમાર નામના યુવકને 3,000 ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે ફરિયાદી દ્વારા હોમગાર્ડ તરીકે તેમજ સાથોસાથ સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કચેરીમાં સરકારી વાહનના ડ્રાઇવર તરીકે આઉટ સોર્સથી ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે તેના દ્વારા ગત અંબાજીના મેળામાં હોમગાર્ડ કમાન્ડર સાથે સરકારી વહન ઉપર યુવકને લઈ જવામાં આવ્યો હતો ડ્રાઇવર તરીકે ગયેલ અને ડ્રાઇવર તરીકે ડબલ શિફ્ટમાં નોકરી કરેલ જે બંને પગાર તેઓને મળેલ તે પૈકીનું મળેલ માનદવેતન આક્ષેપિતે મંજૂર કરાવી આપેલ હોવાનું કહી અને 3000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનો ધડાકો થયો છે એસીબી વિભાગની ટીમ દ્વારા છટકું ગોઠવી અને 3000 રૂપિયા રંગે હાથે લેતા લાંચિયા વિજય પરમારની અટકાયત કરી અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે હોમગાર્ડ કમાન્ડરની કચેરીની અંદર જ લાંચ લેતા કર્મચારી ઝડપાયા બાદ હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



