AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક છૂટછવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એક અઠવાડિયા દરમિયાન વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક છૂટછવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જેમાં કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા જણાવાયું હતું. રાજસ્થાન પર જે ડિપ્રેશન બનેલું છે તેની અસરથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઇ છે. આ સાથે અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ હળવો વરસાદી માહોલ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેવાની આગાહી કરવામાં આવી છે. બે દિવસ પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.

રામાશ્રય યાદવે જણાવ્યું કે, 19 જૂને દિવસે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું હતું. જેમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને જામનગરનો સમાવેશ થાય છે. જ્યાં અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. જ્યારે સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, રાજકોટ અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. 20 જૂને પણ કચ્છ, મોરબી અને જામનગરમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગના અનુસાર 21થી 25 જુલાઈ દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતાઓ છે. આ સાથે થંડર્સ્ટોર્મ એક્ટિવિટીની ચેતવણી અપાઇ છે. આ દરમિયાન અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. જો કે આ વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે.

વરસાદ થવાના કારણો અંગે રામાશ્રય યાદવના અનુસાર હાલ પણ ડિપ્રેશન ઉત્તર-પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પશ્ચિમ તરફ એક્ટિવ છે. જેની આગામી 12 કલાકમાં ગતિ પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફી રહેશે અને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે 20મી તારીખે રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

23મી જુલાઈ માટે રાજ્યના તમામ દરિયાકાંઠાના માછીમારોને ચેતવણી આપતા દરિયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. દરમિયાન પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની રહેવાની શક્યતા છે. જેનાં કારણે મિની વાવાઝોડા જેવું વાતાવરણ પણ સર્જાઇ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!