GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે તા.૦૨ મેના રોજ યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમ અન્વયે વિવિધ ડાયવર્ઝનો જાહેર કરાયા.

જિલ્લા મેજિસ્ટ્રેટ કે. સી. સંપટ દ્વારા ભારે વાહનો માટે ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

તા.29/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લા મેજિસ્ટ્રેટ કે. સી. સંપટ દ્વારા ભારે વાહનો માટે ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૦૨/૦૫/૨૦૨૪ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાં પ્રવાસે આવનાર છે જે અંતર્ગત સુરેન્દ્રનગર રાજકોટ રોડ પર ત્રિમંદિર સામે આવેલ ગ્રાઉન્ડમાં જાહેરસભા કાર્યક્રમમાં પધારનાર હોવાથીં વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા તથા ટ્રાફીક વ્યવસ્થા ધ્યાને રાખી તેમજ કોઈ આકસ્મિક બનાવો ન બને તે માટે સુરક્ષા અને સલામતી વ્યવસ્થાના ભાગરૂપે તા. ૦૨/૦૫/૨૦૨૪ના રોજ ટ્રકો, ડમ્પરો વગેરે જેવા એસ.ટી.બસો સિવાયના ભારે વાહનો માટે ડાયવર્ઝન જાહેર કરતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ કે. સી. સંપટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ તા. ૦૨/૦૫/૨૦૨૪ના રોજ સવારે ૦૭:૦૦ કલાકથી ૦૩.૦૦ કલાક સુધી નીચે મુજબના રૂટ પર તમામ ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ધ્રાંગધ્રા, માલવણ, સુરેન્દ્રનગર તરફથી આવતા અને મુળી તરફ જતા ટ્રકો, ડમ્પરો વગેરે જેવા તમામ ભારે વાહનોએ બહુચર હોટેલથી કુંથુનાથ દેરાસર ઓવરબ્રિજથી ૮૦ ફૂટ રોડથી ભક્તિનંદન સર્કલથી ઉપાસના સર્કલથી ગણપતિ ફાટકથી માળોદ ચાર રસ્તાથી ખોલડીયાદ, રામપરા, ફુલગ્રામથી નેશનલ હાઈવે થઈ મુળી તરફ જવાનું રહેશે, લખતર તરફથી મુળી તરફ જતા ટ્રકો, ડમ્પરો વગેરે જેવા તમામ ભારે વાહનોએ ગેબનશાપીર સર્કલથી ધોળીપોળ, વડ પાસે ધરમ તળાવ, વાઘેલા રોડ ફાટક, વાઘેલા ગામ ટિંબા કારીયાણી, વડોદ થઈ નેશનલ હાઈવે પરથી મુળી તરફ જવાનું રહેશે, સુરેન્દ્રનગરથી મુળી તરફ જતા ટ્રકો, ડમ્પરો વગેરે જેવા તમામ ભારે વાહનોએ રિવરફ્રન્ટ, આર્ટ્સ કોલેજ થઈ ઉપાસના સર્કલથી ગણપતિ ફાટસર થઈ માળોદ ચોકડીથી ખોલડિયાદ, રામપરા, ફુલગ્રામ થઈ મુળી તરફ જવાનું રહેશે, મુળી થાનગઢ તરફથી સુરેન્દ્રનગર તરફ આવતા ટૂકો, ડમ્પરો વગેરે જેવા તમામ ભારે વાહનોએ સાયલા, ફુલગ્રામ, વડોદ કારિયાણી, ટિંબા, વાઘેલા વઢવાણ થઈ સુરેન્દ્રનગર તરફ આવવાનું રહેશે આ જાહેરનામાં અન્વયે જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારીઓને આ જાહેરનામાંથી મુક્તિ આપવામાં આવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!