કાલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૧૯ બુથમાં પાંચ હજાર બાળકોને પોલીયો રસી આપવાની સિદ્ધિ હાંસલ કરી
તારીખ ૨૪/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ તારીખ ૨૩/૦૬/૨૦૨૪ નાં રોજ પોલિયો દિવસ રાજ્ય માં તમામ જિલ્લા કોર્પોરેશનમાં ઉજવણી કરવામાં આવી ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે પરંતુ હજુ અમુક દેશોમાં પોલિયો નાબૂદ નાં થયેલ હોવાથી ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે જેથી કાલોલ તાલુકા ના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં પણ ઝીરો થી પાંચ વર્ષ નાં તમામ બાળકો ને પોલિયો રસી આપવામાં આવી હતી જેમાં કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.મિનેશ દોશી અને કાલોલ નગરપાલિકાના પુર્વ પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ માં બાળકોને પોલીયો સામે રક્ષણ આપતી રસી નું શુભારંભ કરાયું હતું જેમાં મેડિકલ ઓફિસર ડો.પલક પટેલ, સુપરવાઝર દિનેશ બારીઆ સાથે આરોગ્ય સ્ટાફ,આશા, આંગણવાડી કાર્યકર તેમજ નગરનાં સૌ નાગરિકો દ્વારા કુલ ૧૯ જેટલા બુથમાં “બે ટીપાં દરેક વાર બાળક ની લઈએ દરકાર “ના સ્લોગન થી પાંચ હજાર જેટલા બાળકોને પોલિયો રસી આપવાની સિદ્ધિ હાંસલ કરી હતી.