GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના મધવાસ પરપ્રાંતીય ઈસમોને મકાન ભાડે આપી પોલીસને જાણ નહી કરતા મકાન માલીક સામે કાર્યવાહી

તારીખ ૨૨/૦૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

જિલ્લા એસઓજી પોલીસ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને જાણવા મળેલ કે કાલોલ તાલુકાના મધવાસ ગામના પંચ હોટલની પાછળના ભાગમાં કેટલાક પરપ્રાંતીય ઈસમો મકાન ભાડે રાખીને રહે છે અને આ મકાન માલિકો સમય મર્યાદામાં સ્થાનિક પોલીસને જાણ કરતા નથી જે બાબતે એસઓજી પોલીસ દ્વારા પંચો રૂબરૂ તપાસ કરતા પ્રદીપકુમાર શિવપ્રસાદ નીસાધ નામના મૂળ ઉત્તર પ્રદેશના ઈસમની પૂછપરછ કરતા તે પંચ હોટલની પાછળ અશ્વિનભાઈ ગણપતભાઈ સોલંકી ની રૂમમાં માસિક રૂપિયા ૪૦૦૦/ ના ભાડેથી રહેતો હોવાનું જણાવેલ મકાન માલિકે તેની પાસેથી આધાર કાર્ડ કે અન્ય કોઈ દસ્તાવેજ મેળવ્યા નથી મકાન ભાડા અંગે તેઓએ સ્થાનિક પોલીસને કોઈ જાણ કરેલ નથી અને આમ કરીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરેલ હોય પોલીસ દ્વારા અશ્વિનભાઈ ગણપતભાઈ સોલંકી રે.મધવાસ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!