એડ.પંકજ જોષીની અપીલ-શ્રમીકો ઉમટી પડો

મહાસંમેલન કાલે સુરતમાં- અસંગઠીત ક્ષેત્રના કામદારોનુ
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરના એડવોકેટ અને નોટરી તેમજ રાષ્ટ્રીય મજુર મહાજન સંઘના જનરલ સેક્રેટરી શ્રી પંકજ જોષીએ શ્રમીકોને શિસ્તબદ્ધ રીતે ઉમટી પડવા અનુરોધ કર્યો છે કેમકે કાલે તારીખ ૧૦ ને મંગળવારે અસંગઠીત ક્ષેત્રના મજદુરોનું સુરત ખાતે મહા સંમેલન છે આ સંમેલન ની તૈયારીઓ માટે અસંગઠીત ક્ષેત્રના કામદારોના આગેવાનો એ ખૂબ જહેમત ઉઠાવી છે અનેક મીટીંગ યોજી છે તેમ જ સુરતમાં વ્યવસ્થા રેલી બંદોબસ્ત વગેરે અંગે પણ સૌહોદેદારોએ જહેમત ઉઠાવી હોવાનુ પણ શ્રી પંકજ જોષીએ જણાવ્યુ
છે અને ઉમેર્યુ છે કે અસંગઠીત શ્રમિક હિત રક્ષક સમિતિએ માનવ અધીકાર દિવસ એટલે કે દસ ડીસેમ્બર આવતીકાલ મંગળવારના રોજ સુરતમાં યોજાયેલી મહારેલી અભૂતપુર્વ બનનાર છે
માટે અસંગઠીત ક્ષેત્રના કામદારો પોતાના હક માટે પોતાના અધીકાર માટે પોતાની આર્થીક અને સામાજીક તેમજ પારીવારીક સુરક્ષા માટે એક જુથ થઇ સુરતમાં સવારના દસ વાગ્યા પહેલા પહોંચી અસંગઠીત શ્રમિક અધિકાર માટેની મહારેલીમાં ભાગ લઇ સૌ ની માંગનો અવાજ બુલંદ કરવાના આ ઐતિહાસીક ક્ષણના સાક્ષી બને સહયોગી બને સક્રીય ભાગ લેનાર બને તેમ શ્રી પંકજ જોષીએ વિગતો આપતા શ્રમિકોને અનુરોધ કર્યો છે


___________
—-regards
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
Journalist ( gov.accre.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com






