GUJARATMODASA

અરવલ્લી: ગેરરીતિના તપાસ અહેવાલમાં TLM તાલીમના મુદ્દા સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા પ્રોગ્રામ ઓફિસરને પત્ર.

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: ગેરરીતિના તપાસ અહેવાલમાં TLM તાલીમના મુદ્દા સંદર્ભે સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા પ્રોગ્રામ ઓફિસરને પત્ર.

અરવલ્લી જીલ્લા પંચાયત હસ્તકના સંકલિત બાળ વિકાસ યોજના શાખાના પ્રોગ્રામ ઓફિસરને ફરી સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા પત્ર પાઠવ્યો છે.મોડાસા તાલુકા સી.ડી.પી.ઓ કચેરી ખાતે એક વર્ષ પૂર્વે મોડાસા ઘટકના આંગણવાડી કાર્યકરો માટે TLM તાલીમ યોજવામાં આવી હતી.આ તાલીમ વિભાગના પરિપત્ર મુજબ યોજવામાં ન આવી હોવાની ફરિયાદો ઉઠી હતી,અરવલ્લી જિલ્લા કોંગ્રેસ નેતાઓએ જેતે સમયે TLM તાલીમ દરમિયાન સત્યતા તપાસ કરી હતી,જેમાં સ્પષ્ટ ગેરરીતી જણાઈ આવતા પ્રોગ્રામ ઓફિસર ને રૂબરૂબ મળી રજુઆત કરી હતી.પરંતુ આખોય મામલો દબાવી દેવાનો પ્રાયસ કર્યો હશે! એટલેજ મામલાની ઉચ્ય કક્ષાએ રજુઆતને લઈ,ઉચ્ય કક્ષા એથી તપાસ અહેવાલ મંગાવ્યો હતો.પરંતુ સંદર્ભ પત્રથી જે અહેવાલ રજૂ કરેલ જેમાં વિગતોની

સ્પષ્ટતા પુર્તતા કરી નહિ હોય એટકે ફરી અહેવાલમાં TLM તાલીમના મુદ્દા અન્વયે સ્પષ્ટ અભિપ્રાય રજુ કરવા માત્ર એક દિવસમાં પ્રસ્તુત કેસ તકેદારી આયોગ સંદર્ભ હોઇ ટોય અગ્રતા આપવા સમયમર્યામાં અહેવાલ મોકલી આપવા પ્રોગ્રામ ઓફિસર ને પત્ર પઠાવ્યો હોવાનુ સૂત્રો એ જણાવ્યું હતું.

અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીની અનેક તાલીમોમાં અને સરકારની યોજનોઓ માં ગેરરીતિ આચરવામાં આવતી હોવા ના આક્ષેપો ઉઠતા આવ્યા છે.સરકારની વિવિધલક્ષી યોજનામાં કર્મચારીઓ અને લાભાર્થીઓના હકના લાભોના ખોટા બિલો દર્શાવી ભ્રષ્ટ અધિકારીઓ રૂપિયા ચાઉ કરતા હોવા ની ફરિયાદો ઉઠતી આવી છે,તપાસમાં જવાબ આપવા પડે એટલે અધિકારીઓ ખોટા જવાબો રજૂ કરતા હોવાના અનેક કિસ્સાઓ ને લઈ ઉચ્ય કક્ષાએથી કડક વલણ અપનાવતામાં આવ્યું છે.નેતાઓ અને ઉચ્ય અધિકારી ભલે સુશાસન ના દાવા કરતા હોય પરંતુ મીલીભગત ના કારણે જ ભ્રષ્ટાચારે હદ વટાવી છે.

Back to top button
error: Content is protected !!