DAHODDHANPURGUJARAT

દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકામાં આવેલો અદળવાડા ડેમ ઓફરફ્લો

તા.૩૦.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dhanpur:દાહોદ જિલ્લામાં ધાનપુર તાલુકામાં આવેલો અદળવાડા ડેમ ઓફરફ્લો

ડેમ હાઈ એલર્ટ હોવાથી નવ ગામોને સાવચેતીના પગલા માટે એલર્ટ કરાયા વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અદળવાડા ડેમ ઓફરફ્લો થતા આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે.આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના ધાનપુર તાલુકાના મોઢવા, રામપુર,વેડ તથા દેવગઢ બારીયા તાલુકાના જંબુસર, વાંદર,મોટા કેલીયા, દેગાવાડા, ભુલવાણ, ઝાબીયા આમ મળી નવ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, ને સૂચના આપવામાં આવી છે, તેમ મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!