
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૫ જાન્યુઆરી : ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી ઉત્પાદક કંપની અદાણી ગ્રીન એનર્જી લીમીટેડ (AGEL) ની ઉત્પાદન ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો થયો છે. ગુજરાતના ખાવડા ખાતે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 57.2 મેગાવોટના પવન ઉર્જા કોમ્પોનન્ટનું કમિશનિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ કંપનીની કાર્યરત રિન્યુએબલ એનર્જી ઉત્પાદન ક્ષમતા 11,666.1 મેગાવોટ સુધી વધી ગઈ છે. ગ્રીનફિલ્ડમાં 2693 મેગાવોટ સૌર ઊર્જાનો ઉમેરો થયો છે જ્યારે સમીક્ષા હેઠળના સમયગાળામાં પવન ઊર્જા 438 મેગાવોટ નોંધાઈ હતી. કંપનીએ કરેલી આ મહત્વપૂર્ણ શરૂઆતના પગલે માર્કેટમાં ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જીના શેર (અદાણી ગ્રીન શેર) માં 7.02% નો ઉછાળો આવ્યો, જે જૂથની અન્ય કંપનીઓની તુલનામાં સૌથી વધુ છે. રિપોર્ટ ફાઇલિંગ અનુસાર “અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (“AGEL”) ની સ્ટેપ-ડાઉન પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી ફોર્ટી એટ લિમિટેડે ગુજરાતના ખાવડા ખાતે તેના વિન્ડ-સોલર હાઇબ્રિડ પ્રોજેક્ટના 57.2 મેગાવોટના પવન ઉર્જા કોમ્પોનન્ટને કાર્યરત કર્યું છે”. આ પ્રોજેક્ટને વિન્ડ-સોલર હાઇબ્રિડ પહેલના ભાગ રૂપે AGEL ની સ્ટેપ-ડાઉન પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી ફોર્ટી એટ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીનું આ કોમ્પોનન્ટ શરૂ થતાં AGEL ની કુલ કાર્યરત નવીનીકરણીય ઉત્પાદન ક્ષમતા વધીને 11,666.1 મેગાવોટ થઈ ગઈ છે. સંબંધિત મંજૂરીઓના આધારે 14 જાન્યુઆરીએ પ્લાન્ટને કાર્યરત કરવાનો અને 15 જાન્યુઆરીથી વીજ ઉત્પાદન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો” 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થતા બીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીએ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ₹515 કરોડનો 38.8%નો ઉછાળો નોંધાવ્યો હતો. ગત નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં અદાણી ગ્રીન એનર્જીએ ₹371 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ભારતનું વિઝન 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું છે. નાણાંકીય વર્ષ 2024માં ભારતની વીજ ઉત્પાદન ક્ષમતામાં 71% હિસ્સો રિન્યુએબલ એનર્જીનો હતો. ભારતે 2030 સુધીમાં 5 મિલિયન મેટ્રિક ટન (MMT)ની ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે (1 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન માટે 25 GW નવીનીકરણીય ઊર્જાની જરૂર છે). ઉલ્લેખનીય છે કે, જૂન-2024માં મેરકોમ ઈન્ડિયા સોલર માર્કેટ લીડરબોર્ડના રિપોર્ટમાં અદાણી ગ્રીનને સૌથી વધુ ક્ષમતા વૃદ્ધિ માટે સૌથી વધુ સંચિત સ્થાપિત ક્ષમતા ધરાવતી કંપની તરીકે નવાજવામાં આવી આવી હતી.




