GUJARATKUTCHMUNDRA

અદાણી ગ્રુપની APSEZનું ESG રેટિંગ સુધરીને ‘નેગ્લિબલ’જોખમદરમાં ઘટાડો.

સસ્ટેનાલિટીક્સના લો કાર્બન ટ્રાન્ઝિશન રેટિંગમાં પણ ટોચનું સ્થાન.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા,તા-11 માર્ચ  : અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રુપની કંપનીAPSEZ એટલે કે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડનું ESG (પર્યાવરણ, સામાજિક અને શાસન) જોખમ રેટિંગ સુધર્યું છે.સસ્ટેનાલિટીક્સે APSEZ નું રેટિંગ ‘નીચા’ જોખમ શ્રેણીથી વધારીને ‘નકારાત્મક’ જોખમ શ્રેણીમાં કર્યું છે. નવા રેટિંગમાંકંપનીનો જોખમ દર ૮.૫ અંદાજવામાં આવ્યો છે, જે પહેલા ૧૧.૩ હતો.

APSEZઉદ્યોગમાં રેન્કિંગમાં પણસુધારો થયો છે. મરીન પોર્ટ્સ પેટા-ઉદ્યોગમાં APSEZ નું રેન્કિંગ છઠ્ઠા સ્થાનથી બીજા સ્થાને પહોંચ્યું છે. ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગમાં કંપનીનું રેન્કિંગ પણ 33મા સ્થાનથી સુધરીને 12મા સ્થાને પહોંચી ગયું છે. ઉપરાંત, APSEZ સસ્ટેનાલિટીક્સના વૈશ્વિક રેન્કિંગમાં ટોચના 5 પર્સન્ટાઇલથી ટોચના 2 પર્સન્ટાઇલ કંપનીઓમાં સુધારો થયો છે.

ESG રેટિંગ નક્કી કરવામાં સસ્ટેનાલિટીક્સે વિવિધ મહત્વપૂર્ણ ESG પાસાઓનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં કોર્પોરેટ ગવર્નન્સ, માનવ મૂડી, વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી, સમુદાય સંબંધોઉત્સર્જન, ગંદા પાણી અને કચરાનું વ્યવસ્થાપન, હિસ્સેદાર શાસન, જમીનનો ઉપયોગ અને જૈવવિવિધતા વગેરેને ધ્યાને લેવામાં આવ્યા હતા.

APSEZ એ સસ્ટેનાલિટીક્સના લો કાર્બન ટ્રાન્ઝિશન રેટિંગમાં પણ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તે વૈશ્વિક નેટ જીરો લક્ષ્ય સાથે કંપનીના ઉત્સર્જનને માપે છે.

APSEZ દ્વારા2030 સુધીમાં 1 બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ લક્ષ્યાંિક થકી મુખ્યત્વે ડોમેસ્ટિક કાર્ગોમાં 12% ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ થવાની ધારણા છે, જ્યારે દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વ જેવા મુખ્ય બજારોમાં સ્થાનિક ઓપરેટરો સાથે ભાગીદારી દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્ગો પણ વૃદ્ધિ પામશે.

Back to top button
error: Content is protected !!