BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના અધગામ ગામે લગ્ન પ્રસંગે પ્લાસ્ટિક રહિત પ્રસંગ કરી ૨૫ હજાર ફળાઉ રોપાનું વિતરણ કર્યું

ચૌધરી સમાજ દ્વારા પર્યાવરણ જાળવણી માટે અનોખો સંદેશ.

ઓગડ તાલુકાના અધગામ ગામે લગ્ન પ્રસંગે પ્લાસ્ટિક રહિત પ્રસંગ કરી ૨૫ હજાર ફળાઉ રોપાનું વિતરણ કર્યું
—————————————
ચૌધરી સમાજ દ્વારા પર્યાવરણ જાળવણી માટે અનોખો સંદેશ.
—————————————

ઓગડ તાલુકાના અધગામ ખાતે ચૌધરી સમાજના યુવકો અને સમાજના અગ્રણીઓએ લગ્ન પ્રસંગમાં વપરાતા પ્લાસ્ટિક ના વપરાશ પર ત્યાગ કરી તેના બદલે માટીના વાસણોનો ઉપયોગ કરી લગ્ન પ્રસંગે ૨૫ હજાર જેટલા ફળાઉ રોપાઓ નિઃશુલ્ક આપી અનોખી પહેલ કરી છે.આ અંગે ગામના પ્રગતિ શીલ ખેડૂત ચૌધરી સુરેશભાઈ રાજાભાઈએ જણાવ્યું હતું કે અમારા કુટુંબી ચૌધરી જામાંભાઈ અમથાભાઈ ના દીકરા ભાવેશ ના લગ્ન પ્રસંગે અમારા પરિવારે લગ્નમાં પર્યાવરણ ની જાળવણી માટે પ્લાસ્ટિકનો ત્યાગ કરી તેના બદલે માટી ના વાસણો કુંજ નો ઉપયોગ કર્યો હતો તેમજ પક્ષીઓને ફળ મળી રહે તે માટે લગ્નમાં આવેલા ૨૫ હજાર જેટલા મહેમાનોને નિઃશુલ્ક ફળાઉ રોપાઓ આપ્યા હતા કેમકે આ કાર્યથી પર્યાવરણ જાળવણી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની લોકોમાં જાગૃતિ આવશે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!