
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- લખપત કચ્છ.
લખપત, તા-26 એપ્રિલ : જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, પ્રાંત અધિકારીશ્રી સૂરજ સુથારના માર્ગદર્શન હેઠળ લખપત મામલતદારશ્રી એસ.એ.ડોડીયા સહિત તાલુકા વહીવટીતંત્રના સ્ટાફ દ્વારા સરકારી પડતર જમીન ઉપરના વિવિધ ખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં વહીવટીતંત્ર દ્વારા મોટી વિરાણી ગામમાં ત્રણ, માતાના મઢમાં બે, દયાપરમાં બે, રાવેશ્વર ગામમાં એક, બરંદા ગામમાં બે, તહેરા ગુહર મોટીમાં બે એમ કુલ ૧૨ દબાણો દૂર કર્યા હતા. આ તમામ દબાણો ગેરકાયદેસર રીતે ખેતી વિષયક હોય અને સરકારી પડતર જમીનને ખાલી કરાવવી જરૂરી હોય તે બદલ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અંદાજિત રૂ. ૯૦ લાખની ૧,૮૪,૦૨૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી તેમ પ્રાંત અધિકારીશ્રી સૂરજ સુથાર દ્વારા જણાવાયું છે.


1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


