BHACHAUGUJARATKUTCH

ઘરાણા મધ્યે એડોલેશન હેલ્થ ડે ની ઉજવણી કરાઈ 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૨૦ નવેમ્બર : ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામખીયારી ના સબ સેન્ટર : ઘરાણા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી સાહેબ તેમજ આર.સી.એચ.ઓ. દિનેશ પટેલ સાહેબ ,તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નારાયણસિંઘ સાહેબ તેમજ મેડિકલ ઓફિસર ડૉ હિરેન સર ના માર્ગદર્શન હેઠળ એડોલેસેન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં એડોલેશન્ટ હેલ્થ કાઉન્સેલર કિરેનકુમાર પાતર, સી . એચ.ઓ. પ્રદીપભાઈ રાવત, આરોગ્ય કાર્યકર પ્રવીણભાઈ ગામોટ, કંચનબેન પરમાર,આશા: ભાવનાબેન ,ભાવનાબેન કુબાવત મધુબેન અને કિશોરીઓ હાજર રહ્યા.

જેમાં શારીરિક, માનસિક, સામાજિક અને જાતીયવિકાસ અને ફેરફારો અંગે, પોષણ અને પોષક તત્વો જેવા કે કાર્બોહાઈડ્રેડ, પ્રોટીન, ચરબી, વિટામિન, મિનરલ્સ અને પાણી વિશે ઉપરાંત કિશોરીઓને માસિક ધર્મ વિશે, માસિક ધર્મ દરમિયાન રાખવાની કાળજી અને સાવચેતી વિશે અને કિશોરાવસ્થામાં આઇએફએ ટેબલેટ લેવાનું મહત્વ આ ઉપરાંત હીમોગ્લોબિન લેવલ વિશે તેમજ હિમોગ્લોબીન નું પ્રમાણ વધારવા પૌષ્ટિક આહાર લેવા કિશોરીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું તેમજ કિશોરીઓની ૧૦ વર્ષ અને 16 વર્ષ દરમિયાન ટીડી ની વેક્સિન લેવા અંગે સમજણ આપવામાં હતી. આ કાર્યક્રમ અંતર્ગત લોહીની તપાસ કરવામાં આવી હતી તેમજ સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દરેક કિશોરીઓને આઈ. એફ .એ. ગોળીનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે નાસ્તો આપવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!