વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
PC &PNDT Act – ૧૯૯૪ અંતર્ગત તારીખ ૧૧/૧૧/૨૦૨૪ ના રોજ ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીના અધ્યક્ષ શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી.
આ બેઠકમાં જિલ્લામાં આવેલ કિયાન હોસ્પિટલ અને મેટરનિટી હોમ, આહવા અને દિવ્ય છાયા ડિસ્પેન્સરી, સુબીર હોસ્પિટલોની ઓનલાઇન અરજી અન્વયે રજીસ્ટ્રેશન રિન્યુ કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ગૌરાંગ નર્શિંગ હોમ, આહવાને રજીસ્ટ્રેશન આપવા તમામ કમિટીના સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ કરવા માટે મળેલી અરજીઓની વિગતો મેળવી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા સોનોગ્રાફી સેન્ટરોની તપાસણી અંગેની ચર્ચા કરવામાં આવી.
જિલ્લા એડવાઈઝરી કમિટીની આ બેઠકમાં એપ્રોપ્રિએટ ઓથોરીટી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશું ગામીત, તાલુકા આરોગ્ય અધિકારી સુશ્રી અનુરાધા ગામીત, ઇ.ચા.તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો. નિલકેતુ પટેલ, , સુબીર, સિવીલ હોસ્પિટલ આહવાના બાળરોગ નિષ્ણાત ડો.દિલિપ ચૌધરી તેમજ સ્ત્રીરોગ નિષ્ણાત સુશ્રી ડો.ધારા પટેલ, IMA, ચેરમેનશ્રી ડો.એ.જી.પટેલ, PC&PNDT Act, પ્રોગ્રામ આસીસ્ટંટ શ્રી ઉમાકાન્ત જી પટેલ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.