KHERGAMNAVSARI

ખેરગામના બહેજ ગામે બાઈક અડફેટે આધેડનું મોત

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ:ખેરગામના બહેજથી ક્રુતિખડક રોડ પર આવેલા ઝરા ફળિયામાં ચાલતા જઈ રહેલા ૫૮ વર્ષીય રતિલાલભાઈ નરસિંહભાઈ પટેલને ચીમનપાડાના જલારામ ફળિયામાં રહેતા આરવ સંદીપભાઈ પટેલે પોતાની સ્પ્લેન્ડર બાઈક નં. (GJ-21-BJ-1863) પૂરઝડપે હંકારી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રતિલાલભાઈના માથા, આંખ અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં બાઈક ચાલકને પણ માથામાં ઈજા થઈ છે.આ અંગે મૃતકના પુત્ર વિજયભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી પો.ઈ. પી.ડી. ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!