KHERGAMNAVSARI

ખેરગામમાં વિકસિત ભારતના સંકલ્પ સાથે પ્રબુદ્ધ નાગરિકો સાથે કેબિનેટ મંત્રીનો સંવાદ

મંત્રી નરેશભાઈ પટેલે તાલુકાના વિવિધ ગામોમાં વડીલો પાસે જઈ વિવિધ બાબતે ચર્ચા કરી

 

 

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

ખેરગામ: ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક પૂર્ણ થયેલા 12 વર્ષ નિમિત્તે આયોજિત “પ્રબુદ્ધ નાગરિક સંવાદ” કાર્યક્રમ અંતર્ગત ખેરગામ તાલુકાના વિવિધ આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત કરી અર્થપૂર્ણ સંવાદ યોજયો હતો.જેમાં તેમણે ભાજપની ટીમ સાથે તાલુકાના વિવિધ ગામોમાં વડીલો પાસે જઈને વિવિધ બાબતો ઊપર ચર્ચા કરી હતી.આ પ્રસંગે ખેરગામના ડેપ્યુટી સરપંચ જીગ્નેશ પટેલ, ભાજપ મહામંત્રી ચેતન પટેલ,વિજય રાઠોડ,ઉપપ્રમુખ શૈલેષભાઈ ટેલર,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ પટેલ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ ઉપસ્થિત નાગરિકો સાથે વિકાસ, જનકલ્યાણ, શિક્ષણ, રોજગાર, ગ્રામ વિકાસ અને રાષ્ટ્રનિર્માણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યો હતો.કાર્યક્રમ દરમિયાન સામાજિક કાર્યકર પંકજભાઈ મોદીએ તેમનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ સામાન્ય લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચે તે માટે સતત પ્રયાસો જરૂરી છે. તેમણે સ્થાનિક સ્તરે માર્ગ, સ્વચ્છતા, યુવાનોને રોજગારીની તકો, શિક્ષણ અને નાગરિક સુવિધાઓના વિકાસ અંગે પણ કેટલીક રજૂઆતો કરી હતી.નરેશભાઈ પટેલે તમામ સૂચનો અને રજૂઆતોને ગંભીરતાથી સાંભળી યોગ્ય સ્તરે વિચારણા કરવાની ખાતરી આપી હતી.કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો અને નાગરિકોએ દેશના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા પ્રયાસોની પ્રશંસા વ્યક્ત કરી હતી. અંતે સૌએ વિકસિત ભારતના સંકલ્પને સાકાર બનાવવા માટે સહભાગી બનવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!