48 વર્ષ પછી કડાણા ડેમના દરવાજા બદલવાની કામગીરી હાથ ધરાઈ
48 વર્ષ પછી કડાણા ડેમના દરવાજા બદલવાની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી.
મહીસાગર જિલ્લા માં આવેલ કડાણા ડેમ મહીસાગર જીલ્લા સહિત 9 જિલ્લાની જીવાદોરી સમાન છે .
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર …..
પ્રાપ્ત થતી વિગતો અનુસાર,
કડાણા ડેમના 48 વર્ષે પછી ડેમ ના દરવાજા બદલાવાની કામગીરી સિંચાઇ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે..
રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમનું વર્ષ 1973મા નિર્માણ થયું હતું.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, સને 1978મા ડેમના ગેટ નાખવામાં આવ્યા હતા ત્યારે 48 વર્ષના લાંબા ગાળા બાદ સિંચાઇ વિભાગ દ્વારા પ્રથમ વાર ડેમના દરવાજા બદલાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કડાણા ડેમ ખાતે કુલ 27 ગેટ આવેલા છે જે તમામ ગેટ બદલવા માટે વિભાગ દ્વારા મંજુરી માંગવામાં આવી હતી જેમા તબ્બકવાર ત્રણ વર્ષમાં 27 ગેટ બદલવામાં આવનાર છે.
જેમાં હાલ 9 ગેટ બદલવા માટે પરવાનગી આપવામાં આવી છે ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા પ્રથમ તબક્કા માં પેહલા વર્ષ મા 2 ગેટ બદલવામાં આવશે ત્યારબાદ બીજા બે વર્ષમાં બાકી રહેલા અન્ય ગેટ બદલવામાં આવશે સિંચાઇ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે કે પેહલા બે ગેટ લગાવ્યા બાદ સંતોષ કારક કાર્યરત થયા બાદ બાકીના અન્ય ગેટ બદલવામાં આવશે સિંચાઇ વિભાગ દ્વારા 18.34 કરોડના ખર્ચે આગામી ત્રણ વર્ષમા આ દરવાજા બદલવામાં આવશે 48 વર્ષના લાંબા ગાળા બાદ ડેમમાં મૂકવામાં આવેલ દરવાજા કાટ લાગવાથી અને જંક લાગવા થી કટાઈ જવાના કારણે ક્ષતિગ્રસ્ત થયા હોવાથી નવી ડિઝાઇન સાથે નવીન દરવાજા કડાણા ડેમના ફીટ કરવામાં આવનાર છે.
જેમાં ગેટની આગળ સ્ટોપ વોલ મુકી જુના ગેટ કાઢી ને ડિસમેંટલ કરી નવા ગેટ લગાવવામાં આવનાર છે.
જેની સાઇઝ 51ફૂટ લાંબી અને 48.5 ફુટ પહોળી રાખવામાં આવશે જેનું વજન 120 મેટ્રિક ટન હશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાલમાં ક્રેન દ્વારા ગેટને બેસાડવાની કામગીરી પૂર જોશમાં શરૂ કરી દેવામાં આવી છે જેને ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે..