મામલતદાર કચેરીના કર્મચારીનુ મોત નીપજાવ્યા બાદ ટ્રેકટર ચાલકે મામલતદારની ગાડીને પણ ટક્કર મારી નુકશાન કરતા નોંધાઈ ફરિયાદ

તારીખ ૦૬/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર કચેરીમાં આઉટસોર્સ માધ્યમથી પટાવાળા તરીકે ફરજ બજવાતા તુષારકુમાર અશોકભાઈ જોષી રહે. કાલોલ, મૂળ રહે. વેજલપુર પાવાગઢ વડા તલાવ ખાતે મામલતદાર અને સ્ટાફ સાથે સરકારી વાહનમાં પંચમહોત્સવમાં જઈ રહ્યા હતા તે વેળાએ અલવા ફતેપુરા નજીક પોતાનું વહન અટકાવી પેશાબ કરવા ઊભા હતા તે વેળાએ સામે તરફથી આવતા ટ્રેકટરના ચાલકે પોતાનું વાહન બેદરકારી પૂર્વક હંકારી રસ્તાની બાજુમા ઉભેલા હંગામી કર્મચારીઓને અડફેટે લીધો હતો અને સારવાર દરમિયાન મોત થયુ હતુ. કર્મચારીને કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ અકસ્માત કરનાર ટ્રેકટર ચાલક પોતાનુ વાહન લઈ ભાગી ન જાય તે હેતુંથી કાલોલ મામલતદાર વાય જે પુવાર કાલોલ પોલીસની મદદથી બનાવના સ્થળે દોડી ગયા હતા અને ત્યા પલ્ટી ખાઈ ગયેલ ટ્રેકટર ને કેટલાક લોકો સીધુ કરતા હતા આ ટ્રેક્ટરને પોલીસ સ્ટેશન લાવવાનું હોય હાજર માણસોમાંથી એક ઈસમ ટ્રેકટર ચાલુ કરી પોલીસ સ્ટેશન આવવા નીકળ્યા હતા અને પાછળ પોલીસની ગાડી અને તેની પાછળ મામલતદાર ની ગાડી ચાલતી હતી ત્યારે અચાનક ટ્રેક્ટર ચાલાકે કાલોલ તરફ જવાને બદલે ઝીલીયા તરફ પોતાનું ટ્રેક્ટર વાળી દીધું હતું અને ભાગવા લાગેલો મામલતદાર ની ગાડી ના ચાલકે ટ્રેકટર ઓવરટેક કરતા રોકવાનો ઈશારો કર્યો હતો અને સરકારી ગાડી ને ટ્રેકટર ની આગળ કરી હતી ત્યારે ટ્રેકટર ચાલકે મામલતદારની ગાડીને પાછળ થી જોરદાર ટક્કર મારી હતી અને રોડની સાઈડમાં ઝાડ સાથે અથડાવી ફતેપુરી કેનાલ તરફ રોડ ઉપર ટ્રેકટર ભગાડી જઈ ટ્રેકટર મુકી નાસી ગયો હતો. કાલોલ પોલીસની મદદથી મામલતદાર ની ગાડી નો ચાલક ટ્રેકટર સુધી પહોંચી અને ટ્રેકટર ચલાવી કાલોલ પોલીસ મથકે લાવ્યો હતો આમ સરકારી ગાડીને નુકશાન થયેલ જે બાબતે ઉપરી અધિકારીઓ ની સૂચના અન્વયે કાલોલ મામલતદાર યોગેન્દ્રસીંહ જે પુવારે ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ પી.કે ક્રીશ્ચિયન દ્વારા શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આજ રોજ એફ એસ એલ ની ટીમ પણ ટ્રેકટર ની તપાસ અર્થે આવેલ આમ કાલોલ મામલતદાર કચેરીના કર્મચારી નુ મોત નીપજાવી સરકારી વાહનને નુકશાન પહોચાડનાર બેફામ બનેલા ટ્રેકટર ચાલક સામે યોગ્ય અને ઉચિત કાર્યવાહી થાય તેવુ સમગ્ર મામલતદાર કચેરીના કર્મચારીઓ ની માંગ છે.





