અહેવાલ
અરવલ્લી : હિતેન્દ્ર પટેલ
Bz ના કૌભાંડીની ધપકડ પછી ભિલોડામાંથી BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગ નામની વધુ એક ઓફિસ સામે આવી. ઓફિસ પર CID ની તપાસ
BZ પૌંઝી સ્કીમ ચલાવનાર ભુપેન્દ્રસિંહ ઝાલા ની એક મહિના પછી ધરપકડ કરવામાં આવી છે ત્યારે ધરપકડ બાદ વિવિધ અનેક ખુલાસાઓ સામે આવ્યા છે અરવલ્લી સાબરકાંઠા જિલ્લાની અંદર વિવિધ તાલુકાઓમાં જે BZ ની ઓફિસો શરૂ કરવામાં આવી હતી તેની અંદર વધુ એક ઓફિસનું નામ સામે આવ્યું હતું જેમાં અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડામા નીલસાગર કોમ્પ્લેક્સમાં BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ જોવા મળી હતી અને ઓફિસને લઈ અરવલ્લીમાં ફરી એકવાર સીઆઇડી ક્રાઈમે તપાસ હાથ ધરી હતી જે ઓફિસ છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં હતી ઑફિસનું લૉક કાપીને ઓફીસ ખોલાઈ હોવાની માહીતી સામે આવી હતી ભુપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ ભિલોડા ખાતે સીઆઇડીનું સર્ચ ઓફિસ માંથી સીઆઇડી ક્રાઈમે સીસીટીવી કેમરાનું ડીવીઆર, બાયોમેટ્રિક એટેન્ડન્સ મશીન સહિતની વસ્તુઓ કરી જપ્ત કરી હતી સીઆઇડી ક્રાઈમની તપાસથી મળતીયાઓમાં ફફડાટ ફેલાયો હોય તેવી સ્થિતિ.
ઉલ્લેખનીય એ છે કે અરવલ્લી જિલ્લાની અંદર ભિલોડામાં નીલસાગર કોમ્પ્લેક્સ માં ચાલતી આ ઓફિસ કેટલા સમયથી ચાલતી હતી અને ઓફિસ ચલાવનાર કોણ છે અને કઈ રીતે ચાલતી હતી તે પ્રકારની કોઈ પણ હાલ તો માહિતી સામે આવી નથી પરંતુ જે પ્રકારે cid એ તપાસ હાથ ધરી છે ત્યારે આગામી સમયમાં આ ઓફિસને લઈ BZ કૌભાંડમા વધૂ એક મસમોટો ખુલાસો થાય તો નવાઈ નહી