GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ દ્વારા દિવાળીના તહેવારો નિમિત્તે લોકોમાં સલામતીની ભાવના જાગે તે અર્થે ફૂટ માર્ચ યોજાઈ

 

તારીખ ૨૨/૧૦/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

સોમવારે સાંજના સાત કલાકે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ આર.ડી ભરવાડ ની આગેવાની હેઠળ સમગ્ર કાલોલ નગરમાં ફૂટ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ હાજર રહ્યો હતો. સોના ચાંદીના દુકાનદારોની પોલીસ દ્વારા પ્રત્યક્ષ મુલાકાત લઈ તેઓની દુકાનમાં સલામતીની સમીક્ષા કરી વેપારીઓને સલામતી અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. તેમજ કાલોલના અંતરિયાળ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પોલીસે ફૂટ માર્ચ કરી આગામી દિવાળીના દિવસો દરમિયાન અગમચેતીના પગલાં રૂપે જરૂરી સૂચનાઓ આપી અજાણ્યા માણસો સોસાયટીમાં જણાય તે સમયે શું તકેદારી રાખવી તેમજ મકાન બંધ કરી બહાર જતા સમયે શું તકેદારી રાખવી તે અંગેની જરૂરી સૂચનાઓ આપી.

Back to top button
error: Content is protected !!