AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં વનકર્મીની હત્યાના મામલા બાદ વનવિભાગ અને પોલીસની મોટી કાર્યવાહી:-લાખોનો મુદ્દામાલ જપ્ત.

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

દક્ષિણ ડાંગ વનવિભાગનાં ડી.સી.એફ નિરજકુમાર  અને ડાંગ પોલીસ વડા પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ વનવિભાગ અને પોલીસની ટીમ દ્વારા સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત તારીખ 31/01/2026ના રોજ ચિચિનાગાંવઠા રેન્જ હેઠળના બોરીગાંવઠા ગામે બનેલી લાકડા ચોરી અને વનકર્મીની હત્યાની ગંભીર ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.

નાયબ વન સંરક્ષક (દક્ષિણ ડાંગ, આહવા) ના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક, બોટાનિકલ ગાર્ડનના અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક અને વઘઈ પી.આઈ. સહિત  120 વનકર્મીઓ અને 56 પોલીસ જવાનોની વિશાળ ટીમે કોશીમપાતળ અને ઘોધલપાડા ગામમાં સઘન તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન આ બંને ગામોના ઘરોમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે છુપાવી રાખવામાં આવેલ વગર પરવાનગીનો મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અંદાજે રૂ. 7,00,000ની કિંમતના 92 નંગ (7.575 ઘનમીટર) જૂના સાગી લાકડા તેમજ રૂ. 30,000ની કિંમતના 7 નંગ ઈતર લાકડા મળી આવ્યા હતા.આ ઉપરાંત, વનવિભાગે લાકડા કાપવાનું મશીન-1, રંધા મશીન-1, કટર-2 અને સાયકલ-1જેવા સાધનો પણ જપ્ત કર્યા છે.આમ, કુલ અંદાજે રૂ. 7,60,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!