GANDHIDHAMGUJARATKUTCH

ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વરસાદ બાદ પેચવર્ક અને રોડ રીપેરીંગની કામગીરી પુરજોશમાં, વેસ્ટ ઝોનમાં ચાલુ કામગીરીની રૂબરૂ સમીક્ષા કરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

ગાંધીધામ,તા-૧૯ જુલાઈ : ગાંધીધામમાં વરસાદે વિરામ લેતાની સાથે જ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરમા તૂટેલા રોડ-રસ્તાઓના સમારકામ માટે ખાસ ઝુંબેશ દરમ્યાન શહેરના તમામ ઝોનમાં રોડ-રસ્તામાં પેચવર્ક અને રીપેરીંગ કામગીરી કરવામાં આવી રહી છે. આજ તા.૧૮-૦૭-૨૦૨૫ના રોજ મ્યુનિસપલ કમિશનર એ તમામ ઝોન પૈકી વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં ચાલતી રોડ-રસ્તા રીપેરીંગની કામગીરીની રૂબરૂ સમીક્ષા કરી હતી.ઈસ્ટ ઝોનના રોડ-રસ્તા રીપેરીંગ કામગીરી દરમ્યાન નાગરિકો સાથે વાતાર્લાપ પણ કર્યો હતો. ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદના વિરામ બાદ રોડ-રસ્તા રીપેરીંગની કામગીરી પુરજોશમા ચાલી રહી છે. ગાંધીધામ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ કામગીરી ઝુંબેશમાં જોડાયા છે.ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા બન્ને ઝોનમાં રોડ રસ્તા રીપેરીંગની કામગીરી દરમ્યાન ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર સિટી એન્જીનીયર સહિતના અધિકારી ઓ-કર્મચારી ઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેછે. મ્યુનિસિપલ કમિશનરની આ ફેરણી દરિમયાન તેમની સાથે નાયબ મ્યુનિસપલ કમિશનર સંજયકુમાર રામાનુજ વેસ્ટ ઝોનના ઈજનેર અને અન્ય સબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!