કાલોલ શહેરમાં સ્માર્ટ મીટર નાખ્યા બાદ લાંબા સમયથી બીલ નહી મળતા વીજ ગ્રાહકો ભારે પરેશાન.
તારીખ ૨૮/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ભારે વાદ વિવાદ અને વિરોધ વચ્ચે કાલોલ શહેર ના કેટલાક વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે ત્યારબાદ ઘણા સમયથી લાઈટ બીલ આવ્યા ના હોવાથી ગ્રાહકોને ભારે પરેશાની થઈ રહી છે. છેલ્લા ત્રણ ચાર મહિના થી કાલોલ ના નવાપુરા વિસ્તારમાં અને શહેરના સોસાયટી વિસ્તારમાં સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કર્યા બાદ ગ્રાહકોને બીલ આપવામાં આવ્યું નથી હવે જ્યારે એક સામટું બીલ આવશે ત્યારે કોઈ પણ વ્યક્તિ નુ બજેટ ખોરવાઈ જાય તેમ છે. સામાન્ય પગારના વ્યક્તિ એક સામટા બબ્બે બીલ ભરી શકે તેમ ના હોય કાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ઉપાધ્યાય દ્વારા એમજીવીસીએલ ના નાયબ ઈજનેર ને મળી લેખિત અરજી આપી ગ્રાહકોને સમયસર બીલ મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે ઈજનેર દ્વારા જણાવ્યુ છે કે હજુ બીજા બે બિલ પણ નહી મળે ઉપરથી સ્માર્ટ મીટર ની સાયકલ ગોઠવાય ત્યાર બાદ બધુ રાબેતા મુજબ થઈ શકે છે. ત્યારે હાલ સ્માર્ટ મીટર ના ગ્રાહકો ભારે પરેશાન થઈ રહ્યા છે.