AHAVADANGGUJARAT

સુબીર તાલુકાની ગારખડી ગ્રુપ ગ્રામ પંચાયતની ગત સભામાં હોબાળો થયા બાદ હવે શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ સભા પૂર્ણ થઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત ગારખડી ખાતે 14 નવેમ્બરનાં રોજ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જોકે અગાઉના બાકી કામોમાં ગ્રામ પંચાયત નું મકાન બાંધકામ અને ધારાસભ્ય ફંડમાંથી મળેલ ટેન્કર બાબતે પ્રશ્નનો નિકાલ ન થતા આ ખાસ ગ્રામસભા તોફાની બનવાની સાથે ગ્રામજનો દ્વારા બરખાસ્ત કરવામાં આવી હતી.ત્યારે  18 નવેમ્બરનાં રોજ ગ્રુપ ગ્રામ પંચાયત ગારખડી ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગ્રામજનોના આ પ્રશ્નોનું નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવતા શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામસભાને પૂર્ણવિરામ મળ્યુ હતુ.સુબિર તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ ગ્રુપ ગ્રામ પંચાયત ગારખડી ખાતે તાલુકા લાયઝન અધિકારી મંયકભાઈ, બી.આર. એસ. ભુપેન્દ્રભાઈ તથા તલાટી કમ મંત્રી નારાયણભાઈ ઠાકરેની ઉપસ્થિતમાં ગત તા.14/11/2024નાં રોજ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જે ગ્રામ સભામાં હાજર ગારખડી ગ્રુપ ગ્રામ પંચાયતનાં માજી સરપંચ બાલુભાઈ વળવીએ મુદ્દો ટાંકતા જણાવ્યું હતુ કે ગ્રુપ ગ્રામ પંચાયતનું મકાન વર્ષ 2022-23માં મનરેગા યોજના અંતર્ગત મંજૂર થયું હતું. જે ગ્રામ પંચાયતનું મકાન આજદિન સુધી કેમ પૂર્ણ કરવામાં આવ્યું નથી. તેમજ વર્ષ 2022-23માં ધારાસભ્ય ફંડમાંથી મળેલા પાણીનાં ટેન્કરનો આજદિન સુધી હિસાબ મળ્યો નથી. જે પ્રશ્નો રજૂ કરતાં ગ્રામ સભા ઉગ્ર અને તોફાની બની હતી.અને ગ્રામસભામાં અધિકારીઓની ઉપસ્થિતમાં જ  પ્રતિનિધિએ માજી સરપંચ સાથે ખુલ્લા હાથ વડે મારામારી કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે  પાણીના ટેન્કરનાં હિસાબ સહિત આ મારામારીનાં બનાવનાં પગલે ગ્રામજનોએ ગ્રુપ ગ્રામ પંચાયત ગારખડીની ગ્રામસભાનો બહિષ્કાર કર્યો હતો.જે બાદ  પ્રશ્નનું નિરાકરણ થાય તે હેતુથી તા.18/11/2024ના રોજ સવારે 11 કલાકે ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી ગારખડી ખાતે ખાસ ગામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં  ધારાસભ્ય ફંડ માંથી પાણીનું  ટેન્કર આપવામાં આવ્યુ હતી,જે ટેન્કર તાલુકા સદસ્યનાં પ્રતિનિધિ છેલ્લા 3 વર્ષથી પોતે વાપરતો હતો જેને લઈને ગ્રામ સભામાં વિવાદ થયો હતો.જે આ સભામાં ટેન્કર ગ્રામ પંચાયત પર મૂકવામાં આવ્યુ હતું.તેમજ આ ટેન્કરની જેને પણ જરૂર પડે એ ગ્રામ પંચાયત પરથી લઇ શકશે એવી બાહેંધરી અપાઈ હતી.અને  ગ્રામ પંચાયતનું મકાન 10 દિવસમાં ચાલુ કરવાની બાહેધરી અપાઈ હતી. ત્યારે આ ગ્રામ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી..

Back to top button
error: Content is protected !!