GUJARATKUTCHMANDAVI

સાર્વત્રિક વરસાદ બાદ અંજારના વિવિધ ગામોમાં સફાઈ અને ક્લોરિનેશનની કામરીગી પૂર જોશમાં.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૧ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ રોગચાળાના અટકાવ માટે તાલુકા પંચાયતો અને આરોગ્ય વિભાગ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોનાં નાગરિકોના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા જાળવી રાખવા નગરપાલિકા, પંચાયત તથા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરના ઉપદ્રવ તથા પાણી અને જંતુજન્ય રોગચાળાને ફેલાતા અટકાવવા માટેની કામગીરી આરંભાઇ છે. અંજાર તાલુકાના નાગલપર, સુગારીયા બોરસદ, બલોટ, દુધઈ, લોહારીયા તથા વીડી સહિતની ગ્રામ પંચાયતો તથા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળો પર દવાનો છંટકાવ, પાણીના ક્લોરીનેશન તથા સાફ સફાઈની કામગીરી સાથે કચરાના યોગ્ય નિકાલની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!