ARAVALLIGUJARATMALPUR

ચાંદીપુરા વાયરસ સામે હવે ડેન્ગ્યુ નો કહેર, માલપુરના ગોહિલના મુવાડા ગામે ડેન્ગ્યુના ખાટલા ઘેર ઘેર ડેન્ગ્યુના કેસો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ચાંદીપુરા વાયરસ સામે હવે ડેન્ગ્યુ નો કહેર, માલપુરના ગોહિલના મુવાડા ગામે ડેન્ગ્યુના ખાટલા ઘેર ઘેર ડેન્ગ્યુના કેસો

માલપુરના ગોહિલ ના મુવાડા ગામે ડેન્ગ્યુ નો કહેર જોવા મળ્યો છે અને ઘેર ઘેર ડેન્ગ્યુ ના કેસ સામે આવતા હવે આરોગ્ય તંત્ર ને સતર્ક થવાની જરૂર છે ગામમાં ગંદકી અને મચ્છરો માં બ્રિડીંગ જોવા મળ્યા હતા આરોગ્ય તંત્ર સર્વે કરાવી યોગ્ય સારવાર કરાવે એવી સ્થાનિકો ની માંગ

હાલ ચોમાસા ની શરૂઆત થતા જ ગ્રામ્ય વિસ્તારો માં કડાવ કીચડ ના કારણે પાણી જન્ય મચ્છરો નો ઉપદ્રવ જોવા મળતો હોય છે જેના કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ ફાટી નીકળતા હોય છે ત્યારે માલપુર ના ગોહિલ ના મુવાડા ગામે ડેન્ગ્યુ નો કહેર જોવા મળ્યો

ચોમાસા ની શરૂઆત બાદ વરસાદી પાણી ના કારણે ઠેર ઠેર ગંદકી ના થર જોવા મળે છે ત્યારે માલપુર તાલુકા ના ગોહિલ ના મુવાડા ગામે ડેન્ગ્યુ માં રોગે માથું ઊંચક્યું છે છેલ્લા દસ દિવસ થી ગામ માં ઘરે ઘરે ડેન્ગ્યુ ના દર્દીઓ જોવા મળ્યા છે હાલ કેટલાક સારવાર હેઠળ છે તો કેટલાક સારવાર લઈ ગામ માં પરત આવેલા છે ગ્રામજનો નો આક્ષેપ છે કે આરોગ્ય વિભાગ માં અનેક વખત રજુઆત કરી છે પણ કોઈ નક્કર કામગીરી કરી નથી ગામમાં ગંદકી અને મચ્છરો ના બ્રિડીંગ જોવા મળ્યા હતા ,ગ્રામજનો હાલ ખુબજ મુશ્કેલી માં છે ત્યારે આરોગ્ય તંત્ર જાગે અને આ ગામ માં સર્વે કરી ને દવા છંટકાવ અને મેડિકલ સારવાર કરાવે એવી માગ છે

 

Back to top button
error: Content is protected !!