DASADADHRANGADHRAGUJARATSURENDRANAGAR

ખારાઘોડા રણમાં મીઠું પકવવા બાબતે અગરીયા આગેવાનોએ નેતાઓ સાથે મીટીંગ યોજાઈ

એકપણ અગરીયાને રણમાં મીઠું પકવવા જતા રોકવામાં નહીં આવે અને સરકાર મીઠું પકવતા અગારિયાની સાથે છે એવી હૈયાધારણા આપવામાં આવી

તા.21/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

એકપણ અગરીયાને રણમાં મીઠું પકવવા જતા રોકવામાં નહીં આવે અને સરકાર મીઠું પકવતા અગારિયાની સાથે છે એવી હૈયાધારણા આપવામાં આવી

સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા, દસાડા ધારાસભ્ય પી. કે. પરમાર અને ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાથે અગરિયાઓ આગેવાનોએ મેરોથોન મિટિંગ યોજી પોતાની વ્યથા ઠાલવી હતી જેમાં મીઠું પકવતા અગરિયાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં અગરિયા મિત્રો દ્વારા અગારિયાના હક માટે કાયમી નિરાકરણ લાવવા અપીલ કરવામાં આવી હતી જેમાં સાંસદ ચંદુભાઈ શિહોરા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર અને ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સરકાર મીઠું પકવતા અગારિયાની સાથે છે માટે જ્યાં સુધી સરકારમાંથી અગરિયાના હકનો કાયમી પ્રશ્નનો હલ ના આવે ત્યાં સુધી રણમાં જઈને મીઠુ પકવીને ગુજરાન ચલાવતા અને રોજગારી મેળવતા અગરિયા ભાઈઓને રણમાં મીઠુ પકવવા જતા રોકવામાં આવશે નહી સર્વે એન્ડ સેટલમેન્ટમાં રહી ગયેલા પેઢી દર પેઠીથી રણમાં જઈને મીઠુ પકવતા અને ગુજરાન ચલાવતા તમામ સાચા અગરિયાનું સર્વે કરી ફાઈલ તૈયાર કરી સરકારના તમામ વિભાગોમાં મોકલી એટલે કે, ગાંધીનગર મંજૂરી માટે અને ત્યાર બાદ કેન્દ્ર સરકારમાં મંજૂરી માટે મોકલી સાચા અગરિયા ભાઈઓના હક માટેના આ પ્રશ્ર્નનો કાયમી નિરાકરણ આવે તે માટે ચોક્કસ આયોજન કરવામાં આવશે આ કામ માટે સરકારના તમામ હોદા પર રહેલા રાજકીય આગેવાનો પુરે પૂરો સહકાર આપશે એવી ખાત્રી આપી હતી અને જો જરૂર પડશે તો કચ્છના નાના રણના અગરીયા આગેવાનો સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાને લઈને દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળીને પણ રજૂઆત કરવામાં આવશે આ રજૂઆતમાં અગરીયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા સહિત અગરિયા આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા જેમાં સર્વે એન્ડ સેટલમેન્ટમાં રહી ગયેલા તમામ અગરિયાઓનુ ફરીથી સર્વે કરી તમામ મીઠું પકવતા અગરિયાઓને કાયમી હક્ક મળી રહે એ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે એવી સરકાર વતી સાંસદ અને ધારાસભ્યો દ્વારા ખાતરી આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!