શ્રી વિનય વિદ્યામંદિર થરામા વય નિવૃતિ અને ધોરણ ૧૦/૧૨ નો શુભેચ્છા સન્માન સમારોહ યોજાઈ ગયો…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે શાળાના વરિષ્ઠ શિક્ષક

શ્રી વિનય વિદ્યામંદિર થરામા વય નિવૃતિ અને ધોરણ ૧૦/૧૨ નો શુભેચ્છા સન્માન સમારોહ યોજાઈ ગયો…
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે શાળાના વરિષ્ઠ શિક્ષક બળવંતભાઈ બી. ચૌધરીનો વય નિવૃતિ સન્માન સમારોહ અને ધોરણ ૧૦/૧૨ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સન્માન સમારોહ બનાસ બેંકના પૂર્વ ચેરમેન એવમ આ સંસ્થાના પ્રમુખ અણદાભાઈ આર પટેલ ના અધ્યક્ષ સ્થાને આચાર્ય હરેશભાઈ ચૌધરી,ઓ.એસ. નાથાભાઈ પટેલ,ચાંગા સરપંચ હરદાસભાઈ ચૌધરી,ઉમેશભાઈ પ્રજાપતિ ની ઉપસ્થિતિમા તા. ૧૯/૦૨/૨૦૨૬ના રોજ યોજાઈ હતો.શાળાના આચાર્ય હરેશભાઈ ચૌધરીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી દરેકનો પરિચય કરાવી ગત વર્ષે શાળામાં ધોરણ ૧૦/ ૧૨ મા પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓનું મોમેન્ટો આપી અને મહેમાનોને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.મંડળના પ્રમુખ અણદાભાઈ પટેલે વિદાય લેતા વિદ્યાર્થીઓને આજના ટેકનોલોજીના જમાનામાં પોતાના જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધીને પોતાના સમાજ અને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખવાની અને નિવૃત્ત થતા શિક્ષક બળવંતભાઈ ચૌધરીને પોતાનું શેષ જીવન નિરોગી દીર્ઘાયુમય અને સમાજ ઉપયોગી બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.નિવૃત શિક્ષક બળવંતભાઈ ચૌધરીએ મંડળ, શાળાપરિવાર અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.ત્યારે મંડળના મંત્રી માનસુગભાઈ પટેલ,કુરાભાઈ ચૌધરી, સવરામભાઈ પટેલ,પૂર્વ ઈન્ચાર્જ આચાર્ય માંનસુંગભાઈ પટેલ,ઈશ્વરભાઈ પટેલ, ભાવાભાઈ ચૌધરી દુધારામપુરા, કરશનભાઈ દુદાસણ,વરિષ્ઠ પત્રકાર અમૃતજી ઠાકોર, નટવરભાઈ પ્રજાપતિ,ભૂતપૂર્વ શિક્ષક નટવરલાલ શેખલિયા, નરેશભાઈ પટેલ,બબીબેન ચૌધરી,ખાનાભાઈ વણકર, ડી.એન.ચૌધરી,જે.વી. પીલીયાતર,નરેશભાઈ ગૃહપતિ તથા શાળાના સમગ્ર સ્ટાફગણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભરતભાઈ લીંબાચિયાએ આભાર વિધિ એમ.વી.પટેલે કરી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530









